મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:હોટલના ડોરમિટરી રૂમમાં રહેતા પહેલા સાવધાન! સુરતમાં ગઠિયાએ કરેલી ચોરીના Live દૃશ્યો આવ્યા સામે

મુસાફરી કે ઉદ્યોગ ધંધા અર્થે અન્ય શહેરમાં જતાં લોકો રેલવે સ્ટેશનની આસપાસ સસ્તા ભાડાં

મુસાફરી કે ઉદ્યોગ ધંધા અર્થે અન્ય શહેરમાં જતાં લોકો રેલવે સ્ટેશનની આસપાસ સસ્તા ભાડાંની રૂમો લેવાનું પસંદ કરતાં હોય છે. જો કે, સસ્તા ભાડાની ડોરમિટરી રૂમો ક્યારેક મોંઘી સાબિત થતી હોય છે. સુરતના રેલવે સ્ટેશન નજીક આવેલા એકતા ગેસ્ટ હાઉસના ડોરમિટરી રૂમમાં એક તસ્કર ઉતારુંએ લોકરમાંથી ચોરી કરી હતી. રૂમમાં કોઈ નહોતું ત્યારે લોકર પાસે બેસીને તેમાંથી અન્ય મુસાફરના લોકરમાંથી ચોરી કરી લીધી હતી. કિંમતી વસ્તુઓ સહિત રોકડની ચોરી કરીને તસ્કર તાત્કાલિક રૂમ ખાલી કરીને જતો રહ્યો હતો. જો કે, ચોરીના સમગ્ર દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેથી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃસુરતમાં લૂંટેરી દુલ્હને વધુ એકને બનાવ્યો શિકાર, મુંબઈની ટ્રેનમાં પતિની નજર સામેથી જ..

આ સમાચાર શેર કરો