મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુરુપૂર્ણિમા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બગદાણામાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા

ગુરુ પૂર્ણિમાના અવસર પર રાજ્યમાં વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ

ગુરુપૂર્ણિમા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બગદાણામાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા

ગુરુ પૂર્ણિમાના અવસર પર રાજ્યમાં વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુ આશ્રમ બગદાણા ખાતે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીએ બજરંગદાસ બાપાના ગાદી મંદિર,  ધ્યાન મંદિર તેમજ મુખ્ય મંદિરના દર્શન કર્યા હતા. સીએમના હસ્તે ગુરુ આશ્રમ બગદાણાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી.

ડાંગના દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ બિલમાળ ડુંગર ઉપર ગુરુપૂર્ણિમાની તૈયારી કરવામાં આવી હતી.ચમત્કારીત અનુભવો ધરાવતા અનેકરૂપી સ્વામીના આશીર્વાદ લેવા ભક્તો આતુર જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે દક્ષિણ ગુજરાતના બાઘેશ્વર ધામ તરીકે ઓળખાતા બિલમાળ ખાતે ચમત્કારના અનુભવોની ચર્ચા છે. ગુજરાત, મહારાષ્ટ્ર , રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુરુના દર્શન માટે હજારો ભક્તો આવશે.

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે.ઉલ્લેખનિય છે કે ગુરુ પૂર્ણિમાને દિવસે પૂજ્ય જલાબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધીનું પૂજન કરવામાં આવે છે. દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

રવિવારે અષાઢ સુદ પુમનના દિને  સમગ્ર રાજ્યમાં ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામા આવી, અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં પણ મોટી સંખ્યામા ભક્તો આવ્યાં હતા. ભક્તોએ જગતનાનાથ અને મહંત દીલીપદાસજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ દિવસ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસને સમર્પિત છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો, આથી તેમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે
  

આ સમાચાર શેર કરો