છોટાઉદેપુર: નકલી કચેરી કૌભાંડના સૂત્રધાર સંદીપ રાજપૂતનું હાર્ટફેલથી મોત
રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી બન

રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી બનાવીને 4.18 કરોડનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું હતું. ઠગબાજોએ બોગસ કચેરી હેઠળ દાહોદ અને ઝાલોદમાં 100 જેટલા વિકાસ કામો મંજૂર કરાવીને 18,59,96,774 રૂપિયા જેટલી રકમની ગ્રાન્ટ મેળવી લીધી હતી.
100 જેટલા વિકાસ કામો મંજૂર કરાવીને 18,59,96,774 રૂપિયા જેટલી રકમની ગ્રાન્ટ મેળવી
ઠગબાજ સંદીપ રાજપૂત છેલ્લા ૭ મહિનાથી જેલની અંદર બંધ હતો. ગત રોજ સાંજે અચાનક સંદીપને ગભરામણ થતા જેલ સ્ટાફને જાણ કરી હતી. જેલ સ્ટાફે સંદિપને તાત્કાલિક છોટાઉદેપુર જનરલ હોસ્પીટલ સરવાર અર્થે લાવવામાં આવ્યો હતો
સંદીપને ગભરામણ થતા જેલ સ્ટાફને જાણ કરી
સંદિપનું સારવાર દરમ્યાન અચાનક મોત નીપજ્યું હતું, અચાનક મોત થતા છોટાઉદેપુર નગર તથા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સૌથી પહેલા ધરપકડ સંદીપ રાજપૂતની કરી હતી અને એ પછી આ કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાતા અબુ બકર તથા બીજા આરોપીઓ એમ કુલ 22 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
અન્ય આરોપીઓની સાથે સંદીપ રાજપૂતને પણ સબ જેલમાં રાખવામાં આવ્યો હતો. બુધવારે (15 મેેએ) સંદીપે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.પોલીસ તેને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી.પોલીસે તેની સારવાર માટે સમયસર કાર્યવાહી કરી હતી કે કેમ તે બાબત પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે મુખ્ય આરોપીના મોતથી સમગ્ર કેસ પર ગંભીર અસર પડે તેવી શક્યતાઓ છે.












