મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરામાં છોટા શકીલના શાર્પ શૂટરને 5 વર્ષની સજા

ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવાના ચકચારભર્યા ગુજસીટોક કાયદા હ

અમદાવાદ: ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરામાં છોટા શકીલના શાર્પ શૂટરને 5 વર્ષની સજા

ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવાના ચકચારભર્યા ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં સ્પે.ગુજસીટોક કોર્ટના જજ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકિટ જજ કે.એમ. સોજીત્રાએ છોટાશકીલના શાર્પ શૂટર ઈરફાન ઉર્ફે કાલિયા ઈસ્માઈલ શેખને પાંચ વર્ષની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.


 સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો પુરવાર થાય છે, ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય અને કાયદામાં નિર્દિષ્ટ જોગવાઈ મુજબ સજા કરીવ ન્યાયોચિત છે. નોંધનીય છે કે વર્ષ 2020માં છોટા શકીલના ઈશારે ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. 

 વિનસ હોટલમાંથી આરોપીને દબોચ્યો

19-8-2020ના રોજ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી આરોપીને દબોચ્યો હતો.  ગુજરાત ATSના અધિકારીઓએ તપાસ કરી તો  આરોપી શાર્પ શૂટર ઈરફાન ઉર્ફે કાલિયા ઈસ્માઈલ શેખ નિકળ્યો હતો. તેના વોટ્સએપ એપમાંથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને 2002માં રાજ્યના ગૃહપ્રધાન રહી ચૂકેલા ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. શાર્પ શૂટરને આ મેસેજ નેધરલેન્ડના નંબરથી મળ્યો હતો.તેણે કમલમની રેકીનો વિડિયો નેધરલેન્ડના નંબર પર મોકલ્યો હોવાની વાત સામે આવી છે. છોટા શકીલના ઈશારે ગોરધન ઝડફિયાની હત્યા કરવાના ઈરાદે અમદાવાદ આવ્યો હતો. 

આ પણ વાંચો: મેમોથી પ્રજા પરેશાન: RTOએ બીજા કામ પડતાં મૂકી વસૂલ્યો લાખોનો દંડ, સરકારને ઊંધા ચશ્મા પહેરાવી અધિકારીઓ મસ્ત

ગુજસીટોકના કાયદા અને IPCની કલમો હેઠળ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ 

આ કેસમાં અન્ય આરોપી સીધેશ ખરાડેની પણ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં ATS દ્વારા ગુજસીટોકના કાયદા અને IPCની કલમો હેઠળ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. 

ગુજરાત ATSને ચોક્ક્સ બાતમી મળી હતી કે છોટા છકીલનો શાર્પ શૂટર અમદાવાદ આવ્યો છે અને રિલીફ રોડ પરની વિનસમાં હાલ રોકાયો છે. બાતમીના આધારે ATS અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ વિનસ હોટલમાં પહોંચ્યા હતા. ત્યાં આરોપી રૂમ-105માં રોકાયો હતો.

ઈરફાને પૂછ્યું કોણ છે...? તો P.I.એ કહ્યું કે મહેમાન

P.I.એ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, તો ઈરફાને પૂછ્યું કોણ છે...? તો P.I.એ કહ્યું કે મહેમાન... જોવો ઈરફઆને દરવાજો ખોલ્યો તો તરતજ તમામ અધિકારીઓ રૂમમાં ઘૂસી ગયા હતા.   ઇરફાને જીન્સના પાછળના ભાગમાં સંતાડેલી રિવોલ્વર કાઢી હતી. જેથી અધિકારીએ તેને ધક્કો માર્યો હતો. ઈરફાન હોટેલના ટેબલ સાથે અથડાયો હતો જેથી હાથ ઉપર થઈ જતા દીવાલ પર ફાયરિંગ થઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો