મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ કાંડમાં આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, 130 વ્યક્તિઓના નિવેદન લેવાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય ક

ખ્યાતિ કાંડમાં આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, 130 વ્યક્તિઓના નિવેદન લેવાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે 6 હજારથી વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

9 આરોપીઓ વિરુદ્ધ 5670 પાનાનું ચાર્જશીટ

થોડા સામે પહેલા અમદવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ નાણાંની લાલચે દર્દીઓના ભોગ લીધા હતા. મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.  મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. અગાઉ 9 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે 5670 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટરના ભરોસે 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિકાંડની તપાસમાં કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. BNS183 કલમ મુજબ કુલ 7 સાહેદોના નિવેદનો લીધા વધુ એક સાહેદની નિવેદન લેવડાવવાની કાર્યવાહી હાલ ચાલુ. તપાસ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચે 20 ઇલેકટ્રોનિક્સ પુરાવા કબ્જે કરી, હોસ્પિટલની 38 ફાઇલો અને 11 રજીસ્ટરો કબ્જે કરવામાં આવ્યા હતા. PM-JAY ગાંધીનગરથી SOP તથા દસ્તાવેજો, બજાજ એલીયાન્સ ઇન્સયોરન્સ કંપનીમાથી SOP તથા દસ્તાવેજો ચાર્જશીટમાં રજૂ કરવામાં આવ્યા.

મિલકતના પુરાવા સાથે 34 બેન્ક ખાતાની માહિતી રજૂ કરાઈ

સરકારે બનાવેલ તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પૂરાવા મેળવી ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઓડીટ રીપોર્ટ સાથે ROCની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. ગાંધીનગર નિરીક્ષક કચેરીથી આરોપીઓની મિલ્કત સબંધિત નોંધણીના પુરાવા અને 34 બેન્કના ખાતાની માહિતી પણ રજૂ કરાઈ હતી.  જેણે પગલે કુલ 37 દર્દીઓના હિસ્ટ્રી ફોમ કબ્જે કરવામા આવ્યા હતા. ખ્યાતિ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કુલ 6070 પાનાનુ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટ સમક્ષ ક્રાઇમબ્રાંચ દ્વારા રજૂ કરાયું હતું.

આ સમાચાર શેર કરો