મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ઇન્કમટેક્સની એન્ટ્રી, ભરશે આ પગલાં

Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશન મામલામાં હવે આરોપીઓની મિલકત

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ઇન્કમટેક્સની એન્ટ્રી, ભરશે આ પગલાં

Khyati Hospital  PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશન મામલામાં હવે આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે. સરકાર સાથે થયેલી છેતરપિંડીના રૂપિયા રિકવર કરવામાં આવશે. આ તપાસ પૂર્ણ થયે અને કોર્ટના આદેશ બાદ મિલકત ટાંચમાં લેવામાં આવશે. સમગ્ર કેસમાં હવે ઇન્કમટેક્સ ઝંપલાવી આરોપીઓના આવક જાવકના વહેવારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરે સ્વીકાર્યું કે 'દર્દીના ઓપરેશન સંદર્ભે હોસ્પિટલમાં નિયમોનું થતું હતું ઉલ્લંઘન'

ખ્યાતિ હોસ્પિટલ સંલગ્ન તમામ વહેવારોની ઈન્કમટેક્સ દ્વારા તપાસ કરાશે. ઓપરેશન કરનારા ડોક્ટરો સહિત આ કાંડમાં સામેલ તમામ આરોપીઓના પગાર અને આવકથી વધુ સંપત્તિ મામલે તપાસ કરવામાં આવશે. આરોપીના પરિવાર સંબંધિત પણ ઈન્કમટેક્સ તપાસ કરશે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની મિલકતની માહિતી ઇન્કમટેક્સને આપશે. 

આ પણ વાંચોઃ અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોલિયાએ આગોતરા જામીન અરજી કરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંદર્ભે નોંધાયલા  ત્રણ ગુનાની તપાસ  અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ક્રાઈમ બ્રાચના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. આ ગુન્હામાં ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓની અટકાયત માટે અલગ અલગ 8 ટીમો બનાવવામાં આવી હતી. 

આ કાર્યવાહી દરમ્યાન ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલના CEO રાહુલ જૈન ઉદયપુર રાજસ્થાનથી, તેમજ અન્ય આરોપીઓ ચિરાગ રાજપુત, મિલીન્દ પટેલ, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ ચિરાગ રાજપૂતનો વર્ષો જુના મિત્ર પ્રતિક કાંતીભાઇ પટેલના ખેડા જિલ્લાના  કપડવંજ તાલુકાના ઉકેરડીના મુવાડા  ફાર્મ હાઉસ ખાતેથી ઝડપી પાડ્યા છે. 

ઝડપાયેલા આરોપીઓની વિગત 

  1. ચિરાગ હિરાસિહ રાજપૂત (47) વ્યવસાય:- વેપાર રહે, મ.નં બી/31, રીવેરા બ્લ્યુ, વોડાફોન હાઉસની સામે, મકરબા, સરખેજ અમદાવાદ 
  2. મિલીન્દ કનુભાઈ પટેલ (52) વ્યવસાય:-નોકરી રહે, મ.નં ડી/403, શુકન હોમ્સ, અયોધ્યાનગર સામે, માણકી સર્કલની બાજુમાં, ન્યુ રાણીપ અમદાવાદ શહેર
  3. રાહુલ રાજેન્દ્રકુમાર જૈન (37) ધંધો:- નોકરી રહે:- ઇ/902, શીલાલેખ એપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેડીયમ સામે, શાહીબાગ, અમદાવાદ શહેર મુળવતન : 11, નાકોડા કોમ્પ્લેક્ષ, હિરણમગરી, સેકટર-4, ઉદયપુર, રાજસ્થાન.
  4. પ્રતિક યોગેશભાઇ ભટ્ટ (37)  રહે : મકાન નંબર 108, મકેરીવાડ, છબીલા હનુમાન મંદિર પાસે, રાયપુર, ખાડીયા, અમદાવાદ શહેર. મૂળવતન: ગામ.સોનારડા ત:- દહેગામ જી:- ગાંધીનગર
  5. પંકિલ હસમુખભાઈ પટેલ (47) રહેવાસી ઈ/102 ધનંજય એન્કલેવ, ન્યુ સાયન્સ સીટી રોડ, ગોતા અમદાવાદ શહેર. મુળ વતન : ગામ ગોજારીયા, તા.વિજાપુર, જિલ્લો મહેસાણા

આરોપીઓના ખ્યાતિ હોસ્પિટલમાં હોદ્દા અને કામ 

  1. ચિરાગ રાજપૂત : ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસીક પગાર રૂપિયા 7,00,000/- (સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો. તેમજ ડોકટરને પણ તેની સુચનાનુ પાલન કરવુ પડતુ હતુ. હોસ્પીટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાય ગયેલ. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.
  2.  મિલિન્દ પટેલ : ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે જોડાયેલ ત્યારથી આજદિન સુધી માસિક રૂ.40,000/- ના પગારથી નોકરી કરે છે. ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝી. તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી. ડોકટર ને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પીટલ ખાતે રીફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરે છે.
  3.  રાહુલ જૈન :  રાહુલ જૈન ખ્યાતિ હોસ્પીટલમાં સી.ઈ.ઓ. તરીકે કામ કરે છે. હોસ્પીટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પીટલમાં તમામ ઓડીટો સાથે રહી કરાવતો હતો. ઓડીટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેકટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા
  4.  અને 5) પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ બન્ને ચિરાગ રાજપૂત તથા મિલીન્દ પટેલની સુચનાઓ મુજબ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મુકવા માટે તેઓને સ્ટેન્ટ નહીં મુકવાથી થનાર નુકશાનથી ડરાવવા વગેરે તમામ કાર્યવાહી કરતા હતા.

આ સમાચાર શેર કરો