ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરે સ્વીકાર્યું કે 'દર્દીના ઓપરેશન સંદર્ભે હોસ્પિટલમાં નિયમોનું થતું હતું ઉલ્લંઘન'

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાન્ચની ટીમે શનિવારે યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોને સાથે રાખીને દર્દીઓને કરવામાં આવેલી એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી અંગે તપાસ શરૂ કરી દીધી છે.
ક્રાઈમબ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. શનિવારે પોલીસે યુ અને મહેલા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરી હતી. યુએન મહેતા હોસ્પિટલના તબીબો બોરીસણા ગામના 19 દર્દીઓની સારવાર અંગે તપાસ કરી રહ્યા છે. આ દર્દીઓના રિપોર્ટ ઓપરેશનમાં કરવામાં આવેલી કામગીરી તેમને આપવામાં આવેલી દવાઓની વિગતો ચકાસવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બોટાદ : પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, સાયલાના બે આરોપીની અટકાયત
ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ગેરવહીવટને લઈને મહત્ત્વના ખુલાસા કર્યા
સોમવાર સુધીમાં યુએન મહેતા હોસ્પિટલના તબીબો ક્રાઈમબ્રાન્ચમાં રિપોર્ટ સોંપશે. આ અગાઉ બોરીસણા ગામના 17 દર્દીઓનું મેડિકલ ચેકઅપ યુએન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાંતોનો રિપોર્ટ સમગ્ર કેસની તપાસ માટે મહત્ત્વો બની રહેશે. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ક્રાઈમબ્રાન્ચ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં હોસ્પિટલમાં ચાલતા ગેરવહીવટને લઈને મહત્ત્વના ખુલાસા કર્યા છે.
અગાઉ પણ અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા
જેમાં હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન પહેલા અને ત્યારબાદ મુજબ કાળજી લેવામાં આવતી નહોતી. જેના કારણે અગાઉ પણ અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. બીજી તરફ એની પણ વિગતો સામે આવી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન PMJAY હેઠળ નાણાં કમાવવાનો કારસો જ હતો. જેથી અનેક દર્દીઓને તેમની પેનલમાં જોડાવવા તૈયાર નહોતા. જેના કારણે મોટાભાગના ઓપરેશન પ્રશાંત વજીરાણી દ્વારા કરવામાં આવતા હતા.

