મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ખુલાસો, ભોગ બનનાર 15 લોકોએ હાઈકોર્ટમાં કરી અરજી

ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભોગ બનનાર

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ખુલાસો, ભોગ બનનાર 15 લોકોએ હાઈકોર્ટમાં કરી અરજી

ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભોગ બનનાર 15 લોકોએ હાઇકોર્ટમાં અરજી કરીને વિનંતી કરી છે કે, ભોગ બનનાર તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં માત્ર 1 જ ફરિયાદ નોંધવામાં આવી છે

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓની એન્જીયોગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટી કરવામાં આવી હતી. આ સિવાય અન્ય 10 દર્દીઓની એન્જીઓ પ્લાસ્ટી કરાઈ હતી. આ ઓપરેશન કર્યાબાદ દર્દીઓને કોઈના કોઈ તકલીફ આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી અરજદારોના કોઈ જાતના નિવેદન લેવામાં આવ્યા નથી.

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY અંતર્ગત 3 વર્ષમાં થયા 3842 ઓપરેશન, જેમાંથી 112 દર્દીઓએ ગુમાવ્યાં જીવ

ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડીરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપાઇ હતી. 

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ સામે સરકારે લીધા આ 10 મોટા નિર્ણય, જાણો વિગત

ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં  અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-PMJAY હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

આરોપીઓ દ્વારા દર્દીઓની  સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતું, જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો