મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જશીટ રજૂ, 15 આરોપીઓ સામે ત્રણ થેલા ભરીને ચાર્જશીટ

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સ્પેશિયલ ઇન્વ

રાજકોટ : TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જશીટ રજૂ, 15 આરોપીઓ સામે ત્રણ થેલા ભરીને ચાર્જશીટ

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)એ બુધવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. 15 આરોપીઓ સામે 2 લાખથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાએ ચાર્જશીટ રજૂ કરી 

ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા ધવલ ભરત ઠકકર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નિતીન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા તેના ભાઈ કિરીટસિંહ, વેલ્ડીંગનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃતભાઈ રાઠોડ, મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા, મનપાના જ અન્ય અધિકારીઓ ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા સાથે ફાયર બ્રિગેડના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઈલેશભાઈ વાલાભાઈ ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહીત આસમલભાઈ  વીગોરા મળી 15 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.  સીટના તપાસનીશ અધિકારી ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાએ ચાર્જશીટ રજૂ કરી છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. રાજકોટ મહાપાલિકાના 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાની અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ બાદ  તેની પાસે 10  કરોડથી વધુ રકમની અપ્રમાણસર એટલે કે આવક કરતા 410 ટકા વધારે મિલ્કત મળતા તે ગુનામાં તેની 19  જૂને ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની રોકડ,સોના વગેરે મળ્યું હતું. આ ગુનામાં સાગઠિયાના રિમાન્ડ પૂરા હાલ જેલમાં છે.

આ સમાચાર શેર કરો