વલસાડના દરિયા કાંઠેથી 21 પેકેટ ચરસનો જથ્થો ઝડપાયો, બે દિવસમાં 33 પેકેટ મળ્યા
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલ

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના દરિયા કિનારેથી સતત બીજા દિવસે ચરસનો જથ્થો મળી આવ્યો છે. વલસાડના ડુંગરીના દરિયા વિસ્તારમાંથી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે. ગઈકાલે જ વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો. આમ અત્યાર સુધી 5.87 કરોડથી વધુ રૂપિયાનું ચરસ મળી આવ્યું છે.
દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચરસ મળતા જ તમામ એજન્સીઓ સાથે મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. વલસાડની એલસીબી એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને તમામ ચરસનો જથ્થો કબજે લીધું હતું.
હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો
આજે વલસાડ અગાઉ સુરતમાં હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી SOG પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે.
ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો
ગઈકાલે 12 ઓગષ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. માછીમારને સંરક્ષણ દિવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતાં પોલીસને જાણ કરી હતી.








