મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારનું પ્રોત્સાહન, ગંદાપાણીને શુદ્ધ કરવાની ઉત્તમ કામગીરીથી 104 કરોડની સહાય

સુરત મહાનગરપાલિકાની સિધ્ધિમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં ગંદાપાણીના વ્યવસ્થાપનમાં એક મહત્વપૂર્ણ નોં

સુરત મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારનું પ્રોત્સાહન, ગંદાપાણીને શુદ્ધ કરવાની ઉત્તમ કામગીરીથી 104 કરોડની સહાય

સુરત મહાનગરપાલિકાની સિધ્ધિમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં ગંદાપાણીના વ્યવસ્થાપનમાં એક મહત્વપૂર્ણ નોંધ લેવામાં આવી છે. ભારત સરકારની પ્રતિષ્ઠિત 'જલ હી અમૃત' યોજનાના અંતર્ગત SMCને રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત થઈ છે. ગંદાપાણી શુદ્ધિકરણમાં ઉત્તમ કામગીરી કરવાં બદલ SMCને રૂપિયા 104.75 કરોડની પ્રોત્સાહન સહાય મળી છે. 

દેશભરમાં પ્રથમ

ક્લીન વોટર ક્રેડિટ પહેલના ભાગ રૂપે SMC ના 20 માંથી 19 ગંદાપાણી શુદ્ધિકરણ પ્લાન્ટોને 5-સ્ટાર રેટિંગ અપાયા છે. જ્યારે એક STP ને 4-સ્ટાર રેટિંગ એનાયત કરવામાં આવ્યા છે. આ માન્યતા SMCની ગંદાપાણીની શુદ્ધિકરણ ક્ષેત્રે ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. SMC દ્વારા હાલમાં દરરોજ આશરે 1225 મિલિયન લીટર (MLD) ગંદાપાણીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. SMC એ દેશભરમાં પ્રથમ મહાનગરપાલિકા છે કે, જે ગંદા પાણીને તેના ટર્સરી પ્લાન્ટ થકી ટ્રીટમેન્ટ કરી નજીકના ઔધોગિક એકમોને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી સપ્લાય કરી આવક મેળવે છે.

રિ યુઝમાં નેતૃત્વ

સુરત મ્યુનિસિપલ કોર્પોરશનના આંજણા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફળતાપૂર્વક કરવામાં આવેલા સુધારણા પર આધારિત છે. આ સુધારાથી પ્લાન્ટના પ્રોસેસની કાર્યક્ષમતા અને પરફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.આ મહત્વપૂર્ણ માન્યતાથી SMCનું પર્યાવરણીય જાળવણી અને ગંદાપાણીના રિયુઝમાં નેતૃત્વ સ્પષ્ટ થાય છે. જે રાજ્યભરની અન્ય મહાનગરપાલિકાઓ માટે એક ઉદાહરણરૂપ બની રહેશે.

આ સમાચાર શેર કરો