સુરતમાં પાલિકાની કચરો એકત્રિત કરતાં ટેમ્પોએ સર્જ્યો અકસ્માત, નશામાં ડ્રાઈવરે 3 બાઈકને લીધી અડફેટે
સુરતમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના ટેમ્પામાં કચરો એકત્રિ

સુરતમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના ટેમ્પામાં કચરો એકત્રિત કરવામાં આવે છે. આ ટેમ્પોએ વરાછાના જગદીશનગરમાં અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત ટેમ્પોના ચાલકે બેફામપણે 3 બાઈકને અડફેટે લીધા હતાં. આ અકસ્માતને પગલે સ્થળ ઉપર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.
બેફામ રીતે ગલીમાં ટેમ્પો ચલાવ્યો
વરાછા ખાતે આવેલા જગદીશનગરમાં અકસ્માતની ઘટના બની હતી. SMCના એક ટેમ્પા ચાલકે 3 બાઈકને ટક્કર મારી દીધી હતી. ટક્કરને કારણે બાઈકનો આગળનો ભાગ એટલે કે હેડલાઈટ સહિતનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયું હતું. સંજય નગરમાં ડોર કલેક્શન કરવા જતી સુરત મહાનગરપાલિકાની ગાડી જે રીતે બેફામ રીતે ગલીની અંદર ઘૂસી હતી તેના CCTV સામે આવ્યા છે.
યુવકને ઈજા પહોંચી
CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે, સ્ટિયરીંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધા બાદ ફુલ સ્પીડમાં ગાડી આગળની તરફ આવી હતી. જેમાં ત્રણેય બાઈક જે પાર્ક કરી હતી તેને અડફેટે લીધી. આ રસ્તે આગળ બે મહિલા અને બે પુરુષ જતા હતા, તેઓ પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. બંને મહિલા અને પુરુષ ગાડી તેમની નજીક આવે તે પહેલા જ આગળ દોડી ગયા હતા. જોકે, એક યુવકને નજીવી ઈજા થઈ છે.








