મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લો: ભાજપે થાન નગરપાલિકાના 2 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી કાર્ય કરતા લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણી બાદનો વિવાદ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમ

સુરેન્દ્રનગર જિલ્લો: ભાજપે થાન નગરપાલિકાના 2 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી કાર્ય કરતા લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણી બાદનો વિવાદ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે થાન નગરપાલિકાના ભાજપે ર કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે પહેલા પૂર્વ શહેર પ્રમુખ બાદમાં હવે 2 કોર્પોરેટરોને કર્યા 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા બાદ રાજકારણ ગરમાયું

થાન નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતોએ જીતેલા કોર્પોરેટરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનું દર્શાવી સસ્પેન્ડ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. મળતા અહેવાલ પ્રમાણે હજુ 4થી વધુ કોર્પોરેટરો પર તલવાર લટકાઈ રહી છે. 

આ સમાચાર શેર કરો