VIDEO: સરદારધામ જયંતિ સરધારા હુમલાના CCTV સામે આવ્યા, નરેશ પટેલ પર લાગ્યો આ આરોપ
ખોડલધામ ખાતે યોજાયેલા સ્નેહમિલનમાં ભાજપ અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલાની ઘટના સ

ખોડલધામ ખાતે યોજાયેલા સ્નેહમિલનમાં ભાજપ અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ગોંડલમાં ખોડલધામ સંસ્થા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જયંતિ સરધારા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં ખોડલધામના કાર્યકર્તાઓએ જયંતિ સરધારાને સરદાર ધામનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સરદાર ધામના જયંતિ સરધારા સહિતના સભ્યોએ હાજરી આપી હતી. સરદાર ધામના ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી પર ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલો કર્યાના ફૂટેજ સામે આવ્યા
પૂર્વ કોર્પોરેટર અને ભાજપ અગ્રણી જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો છે. મવડી-કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરીયાએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. હાલમાં તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV માં PI એકલા ચાલીને જતાં હોય તેવા અને ત્યાર બાદ કાર લઈને જયંતી સરધારા આવે છે. બંને જાણા વચ્ચે જમણવાર દરમિયાન બોલાચાલી થઈ હતી. એ પછી બારોબાર માથાકુટ કરવા ગયા હતા. આ દરમિયાન જયંતી સરધારા પર પીઆઈએ હથિયાર તાકી હુમલો કર્યા હોવાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ રામગ્રીના ખેડૂતનું અપહરણ કરી માર માર્યો, ખંડણી પેટે 25 લાખ માંગી અઢી લાખ પડાવી લીધા
બંને સંસ્થા સારું કામ કરી રહી છેઃ મુકેશ બેરજા
ખોડલધામ અને સરદાર ધામના વિવાદ બાદ હાલ બંને સંસ્થાના સભ્યોના ફોટો સામે આવ્યા છે. આ મુદ્દે સમસ્ત પાટીદાર સમાજના આગેવાન મુકેશ બેરજાએ નિવેદન આપ્યું છે કે, બંને સંસ્થા ખૂબજ સારું કામ કરી રહી છે. બંને સંસ્થાનું કાર્યક્ષેત્ર અલગ છે. ગઈ કાલની ઘટના વિશે મને કઈ વિશેષ માહિતી નથી, માટે કોઈ ટિપ્પણી ન કરી શકું.અમારી સાથે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ કામ કરે છે પણ ક્યારે કોઈ સંસ્થા પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્ન કરતી નથી.
ખોડલધામને આસાથે કોઈ લેવા દેવા નથીઃ હસમુખ લુણાગરિયા
જયંતિ સરધારા પર હુમલા મુદ્દે ખોડલધામના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે, આ વ્યક્તિગત મામલો છે, ખોડલધામને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. નરેશ પટેલ હાલ વિદેશ છે, તેઓ વિદેશમાં રહીને પણ આ ઘટના અંગે ચિંતા કરી છે. આવી ઘટના ન થવી જોઇએ. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ વિવાદ નથી. બંને સમાજના દિકરા છે તેની ચિંતા અમે કરીએ છીએ. નરેશ પટેલ વિદેશથી આવ્યા બાદ સામાજિક આગેવાનો સાથે બેસીને આ પ્રશ્નનું સમાધાન કરશે.
ભાજપ કોંગ્રેસ પાટીદાર નેતાઓનું મૌન
ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિવાદ મામલામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ચુપ્પી છે. ભાજપ અને કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓએ મૌન સેવ્યું છે. નેતાઓએ કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો છે.
સંજય પાદરિયા નરેશ પટેલને સમર્પિત માણસઃ શર્મિલા બાંભણિયા
સરદારધામનાના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા મામલે ખોડલધામ બિન સક્રિય ટ્રસ્ટી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા ટ્રસ્ટી શર્મિલા બાંભણીયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જયંતિ સરધારા પર હુમલો કરનારા પીઆઇ સંજય પાદરિયા ખોડલધામ ચેરમેન નરેશ પટેલને સમર્પિત માણસ છે. તેઓ નરેશ પટેલ જેટલું કહે તેટલું જ કામ કરનાર વ્યક્તિ છે. હું સરકારને કહીશ પીઆઈ સંજય પાદરીયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. સરદાર ધામને દબાવવાનો પ્રયાસ કરમાવા આવી રહ્યો છે. કોઈ એક વ્યક્તિનું જ વર્ચસ્વ હોઈ તેવું ન ચાલે. સરદારધામ સંસ્થા અનેક સેવાકીય સંસ્થા સાથે આગળ વધી રહી છે.
જયંતિ સરધારા સરદારધામના ઉપપ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ બનતા જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PIએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. જયંતિ સરધારા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પણ ખસેડાયા છે.
જયંતિ સરધારાના આક્ષેપો
જયંતિ સરધારાએ જણાવ્યું કે, ''જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PIએ મવડી-કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ દરમિયાન મને એક ખુણામાં લઈ જઈને કહ્યું કે, તું સમાજનો ગદ્દાર છે. તે સરદારધામના ઉપ પ્રમુખનો ચાર્જ કેમ લીધો. 'અમારે ખોડલ ધામ અને સરદાર ધામને વેર-ઝેર છે. તું નરેશ પટેલની સામે થાય છે એટલે તને હું જાનથી મારી નાખીશ. એ પછી હું મારી ગાડી લઈને ત્યાંથી નીકળ્યો તો ગાડી સામે આવીને ઊભો રહી ગયો. હું ગાડીમાંથી ઉતર્યો તો મને હથિયાર મારતા હું બેભાન થયો. તેણે કહ્યું મારી નાંખતા આટલી જ વાર લાગશે.
પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ હોસ્પિટલમાં અગ્રણીઓ સહિત લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મોડી રાત્રે તાલુકા પોલીસે આ અંગે ગુનો દાખલ કરવા કવાયત શરૂ કરી હતી.
ભાજપના નેતા જયંતિ સરધારા પર હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા રોડ પર નવનીત હોલ પાસે શ્રીરામ પાર્ક શેરી નં.1 માં રહેતા પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ સરધારા સોમવારે રાત્રે કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ નજીક હતા ત્યારે અજાણ્યા શખ્સે હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાણ થતાં તાલુકા પોલીસે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી.








