મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વરસાદની દે ધનાધનથી તાપી નદીના જળસ્તરમાં વધારો, સિઝનમાં પ્રથમવાર કોઝ વે વાહનવ્યવહાર માટે બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસ

સુરતમાં વરસાદની દે ધનાધનથી તાપી નદીના જળસ્તરમાં વધારો, સિઝનમાં પ્રથમવાર કોઝ વે વાહનવ્યવહાર માટે બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝ વે પણ ઓવરફ્લોની નજીક છે. જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા છે. તો બીજી તરફ સવારથી જ એકધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા.

ખાડીઓના પાણી વધ્યા

સુરત શહેર સહિત જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના ઉપરવાસના જિલ્લા, તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થઈ રહેલી ખાડીઓના જળસ્તર વધ્યા છે. ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરતનો વિયર કમ કોઝવે સીઝનના પહેલા જ વરસાદમાં ઓવરફલો થયો છે. કોઝ વેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે. કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

સવારથી જ વરસાદને લઈ અનેક લોકો અટવાયા

શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે. શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઇ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા.

આ સમાચાર શેર કરો