મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ : કોર્ટે ભુપેન્દ્રસિંહના એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

BZ scam : 6000 કરોડના BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર

BZ કૌભાંડ : કોર્ટે ભુપેન્દ્રસિંહના એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

BZ scam : 6000 કરોડના BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા તેને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં CID ક્રાઈમે  ભુપેન્દ્રસિંહ ઝાલાના તમામ હિસાબો સંભાળનાર એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી. આજે CID ક્રાઈમે નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના 8  દિવસના રિમાન્ડની માંગણી કરવમાં આવી હતી, કોર્ટે  તેના 11 જાન્યુઆરી સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટમા CID ક્રાઇમ એ 9 મુદ્દાઓના રિમાન્ડ માંગ્યા 

આરોપી નરેશ પ્રજાપતિ BZ ગ્રુપ ગ્રુપમાં એકાઉન્ટન્ટ તરીકે કામ હોવાથી હિસાબી ચોપડા કબજે કરવા આરોપીની હાજરીની જરૂરી છે.

16 અલગ અલગ શાખાઓમાં રોકાણ કરેલું હોય તે તમામ રોકાણકારોના રોકાણ રણાસણ શાખામાં આવતા હોવાથી  વેબસાઈટથી, ચેકથી નાણાનો હિસાબ ભુપેન્દ્રસિંહ ઝાલાને આપતા હોવાથી લેપટોપ કબજે કરવું જરૂરી છે. 

આરોપી પાસેથી વ્યાજ અને રોકાણકારોની મૂડીના પેઆઉટશીટ મેળવવાની બાકી હોવાની રજૂઆત 

આરોપીએ મોબાઈલમાંથી ડેટા ફોર્મેટ કર્યો હોવાથી મોબાઈલ FSL તપાસ માટે જરૂરી છે.

બચાવ પક્ષ તરફથી એવી રજૂઆત કરાઈ કે પોતે ભોગ બનનાર હોવાથી તેમના પણ નાણાં રોકાણકારોની જેમ ફસાયા છે. 

આરોપી દ્વારા જમા થયેલ એકાઉન્ટની રકમ અંગે પગાર પેટે એકાઉન્ટમાં નાણા જમા થયાનું ખુલાસો કર્યો હતો. 

કોર્ટે બન્ને પક્ષને સાંભળી આરોપીના 11 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોડાસાના રણાસણથી CID ક્રાઈમે કરી હતી ધરપકડ 

ગઈકાલે CID ક્રાઈમે અરવલ્લી જિલ્લાનં મોડાસા તાલુકાના રણાસણ ગામેથી નરેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. નરેશ પ્રજાપતિ બી.ઝેડની રણાસણ શાખામાં નોકરી કરતો હતો અને કૌભાંડ બહાર આવ્યા  બાદ ફરાર થઈ ગયો હતો તેવુ સૂત્રોએ જણાવ્યુ હતું. 

ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલ હવાલે, કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીનો કર્યો હુકમ

BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા 7 જાન્યુઆરીએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરી રિમાન્ડ માંગવામાં ના આવતા કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો.

CID ક્રાઇમની તપાસમાં થયા મોટા ખુલાસા

1) ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા.

2) CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે.

3) ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.

4)  એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી.

5) રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા

6) ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ  25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.

7) CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે.

8) BZ સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ માટે રોકાણકારો પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું જેમાં રોકાણકારોની તમામ વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી CID ક્રાઇમને  આ મામલે કોઇ માહિતી મળી નથી જેને લઇને આવનાર સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે.

BZના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદેલી પ્રોપર્ટી

  • મોડાસા શહેરમાં 10 વીઘા જમીન
  • મોડાસાના સાકરિયા ગામમાં 10 વીઘા જમીન
  • લિંભોઇ ગામ પાસે 3 વીઘા જમીન
  • માણસામાં 3 પ્લોટનું ફાર્મ હાઉસ
  • હિંમતનગરના રાયગઢમાં 5 દુકાનનું એક કોમ્પલેક્સ
  • હિંમતનગરના અડપોદરા  ગામમાં 5 વીઘા જમીન
  • હડિયોલ ગામમાં 10 દુકાન
  • ગ્રોમોર કેમ્પસ પાછળ 4 વીઘા જમીન 
  • તલોદના રણાસણ ગામમાં 4 દુકાન
  • મોડાસા ચોકડી પર 1 દુકાન
  • માલપુરમાં 1 દુકાન

ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટો ખુલાસો

BZ પોન્ઝી સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ટ્રેડિંગ અને માર્કેટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI (Yearn Finance) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધી 422 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 172 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે. 

ભૂપેન્દ્રસિંહ ઝાલાની  17 શાખાઓ

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ શાખા (6) ભીલોડા શાખા (7) ખેડબ્રહ્મા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા  (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર (રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે.

અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ

BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત BZના સ્ટાફ સાથે CID ક્રાઇમે 8 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણ અને એકાઉન્ટન્ટ નરેન્દ્ર પ્રજાપતિની ધરપકડ થઇ ચુકી છે.

આ સમાચાર શેર કરો