મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ કેશોદ: પોલીસ કસ્ટડીમાં વેપારીનું રહસ્યમય મોત, પુત્રએ વ્યાજખોરો અને પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

કેશોદ પોલીસ સ્ટેશનમાં અટકાયત બાદ એક વેપારીનું મોત થતા કસ્ટોડિયલ ડેથના મામલે ભ

કેશોદ પોલીસ સ્ટેશનમાં અટકાયત બાદ એક વેપારીનું મોત થતા કસ્ટોડિયલ ડેથના મામલે ભારે તણાવ સર્જાયો છે. મૃતક  વેપારી ધનસુખભાઈ જેરામભાઈ હીરપરાના પરિવારે પોલીસની થિયરી નકારી કાઢીને આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.

શું છે પોલીસનું કહેવું?

પોલીસના જણાવ્યા અનુસાર, ધનસુખભાઈની જ્યારે અટકાયત કરવામાં આવી તે પહેલાં જ તેમણેસેલફોર્સ (ઝેરી ટીકડા) ગળી લીધા હતા. અટકાયત બાદ પોલીસ સ્ટેશનમાં તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

પરિવારના આક્ષેપો

મૃતક વેપારીના પુત્ર પલ્લવ હીરપરાએ આ મામલે ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, પોલીસ પિતાની અટકાયત કરવા આવી ત્યારે તેમની તબિયત એકદમ સામાન્ય હતી. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ અચાનક એવું શું થયું કે તેમનું મોત થયું? વ્યાજખોરોએ પિતા પાસેથી બળજબરીથી ચેક લખાવી લીધા હતા અને લખાણ કરાવીને કાર પણ પોતાના નામે કરી લીધી હતી.

વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યાનો દાવો

પલ્લવ હીરપરાએ આક્ષેપ કર્યો છે કે તેના પિતાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હોય અથવા તેમની સાથે કંઈક અઘટિત બન્યું છે. તેમણે માંગ કરી છે કે વ્યાજખોરો પાસે રહેલા પિતાના ચેક પરત અપાવવામાં આવે અને આ સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ

આ ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર કેસની તપાસ માંગરોળના ડીવાયએસપી (DySP) કોડીયાતરને સોંપવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં થયેલા આ મોતને કારણે પોલીસ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો