મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: ભાજપના નગરસેવક અને તેના ભાઈ સહિત ચાર શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, તમામની પોલીસે કરી ધરપકડ

ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા

Junagadh news: ભાજપના નગરસેવક અને તેના ભાઈ સહિત ચાર શખ્સો સામે  ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, તમામની પોલીસે કરી ધરપકડ

ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  જૂનાગઢના વોર્ડ નંબર ત્રણના ભાજપના નગરસેવક અને તેના ભાઈ સહિત ચાર શખ્સોની ગેમ્બલર ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરી છે. 

 છેલ્લા 10 વર્ષમાં કુલ 28 ગુના નોંધાયેલા

ઉલ્લેખની છે કે  ચારેય આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં કુલ 28 ગુના નોંધાયેલા છે, જેમાંથી આઠ ગુનાઓમાં તમામ આરોપી એકસાથે સંડોવાયેલા છે. ઓપરેશન મ્યુલહંટ દરમિયાન નગરસેવકના ભાઈ અસલમ ઉર્ફે લાલો કુરેશીની સાયબર ફ્રોડમાં સંડોવણી બહાર આવી હતી. તેણે મ્યુલ એકાઉન્ટ મારફતે અંદાજે 300 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસએ તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો