મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagdh news: મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો, મેળાની કુલ 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ

જૂનાગઢના ભવનાથમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો મં

Junagdh news: મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો,  મેળાની કુલ 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ

જૂનાગઢના ભવનાથમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  DILR દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું છે કે, મેળાની કુલ 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ થઈ ચૂક્યું છે.

માત્ર 24 એકર જેટલી મર્યાદિત જગ્યામાં જ પાંચ લાખથી વધુ ભાવિકોએ એકઠા થવું પડશે

મળતા અહેવાલ પ્રમાણે  હવે માત્ર 24 એકર જેટલી મર્યાદિત જગ્યામાં જ પાંચ લાખથી વધુ ભાવિકોએ એકઠા થવું પડશે. ઉલ્લેખનીય છે કે  ગિરનારના જંગલને કારણે જગ્યામાં વધારો શક્ય નથી.  ત્યારે તંત્ર આ વખતે 'ભવ્યાતિ ભવ્ય' મેળાના આયોજન માટે મજબૂર બન્યું છે. જો અતિશય ભીડમાં કોઈ દુર્ઘટના ઘટે, તો સાંકડી જગ્યાને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.  

આ સમાચાર શેર કરો