VIDEO:સુરતના હજીરામાં હાઈવે પર બસ અને ટ્રકનો ધડાકાભેર અકસ્માત, પતરા કાપીને ડ્રાઈવરને કઢાયો બહાર
સુરતના રસ્તાઓ પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ટ્રક અને ડમ્પરના ચાલકો માતેલા સાંઢની જેમ પ્

સુરતના રસ્તાઓ પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ટ્રક અને ડમ્પરના ચાલકો માતેલા સાંઢની જેમ પ્રતિબંધિત રસ્તાઓ પર દોડી રહ્યાં છે. જેને પગલે અકસ્માત સર્જાઈ રહ્યાં છે. ત્યારે હજીરા હાઈવે પર એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર 2ની સામે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પતરા તોડી બહાર કઢાયા
ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ટ્રકને ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી બસ ધકાડાભેર અથડાઈ હતી. જેથી ટ્રક અને બસના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. જ્યારે ટ્રકના ડ્રાઈવર અને હેલ્પર ફસાઈ ગયા હતાં. જેમને પતરા તોડીને બહાર કાઢવા પડ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ હજીરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ 108 સ્થળ ઉપર કામગીરી કરી હતી.
પોલીસ કાર્યવાહીની માગ
સ્થાનિકોએ કહ્યું કે, અવારનવાર અકસ્માત સર્જાય છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અમારી માગ છે કે, યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. હાઈવે પર અકસ્માત સર્જાય છે. સાથે સાથે અંદરના રોડ પર પણ અકસ્માત થઈ રહ્યાં છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સહિતના પગલાં લેવા જરૂરી છે.








