સુરતમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોક તોડીને આ રીતે કરતાં બાઈક ઉઠાવી લેતાં
સુરતમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપનારી ગેંગને પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી છે. ખટોદરા

સુરતમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપનારી ગેંગને પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી છે. ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના પાંચ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝપડી પાડ્યા છે. પોલીસે ત્રણે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2.87 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપી સોનું ઉર્ફે અજય બિહારી રવિશંકર સ્વાધ્યાય, સોનું ઉર્ફે જૈક રાજુભાઈ પડવી, અને સોનું ઉર્ફે અમિત રાજુભાઈ પડવીને ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે ઝડપાયા
ખટોદરા નંદપરમાનંદ ઈન્ડસ્ટ્રીઝ બસ સ્ટેન્ડ પાસે ચા નાસ્તો કરવા તેમજ મુદ્દામાલ વેચાણ કરવા માટે આરોપીઓ ભેગા થયા હતાં. જેથી પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. ત્રણેય આરોપીઓ પાસેથી 3 મોટર સાયકલ બે મોબાઈલ ફોન પકડી પાડ્યા હતાં. બાદમાં પૂછપરછમાં પાંચ ચોરીના બનાવો ઉકેલવામાં સફળતા મળી હતી. સાથે જ 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો.
આ રીતે કરતાં ચોરી
પોલીસે કહ્યું કે, બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેથી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રેકિંગના આધારે આરોપીને ટ્રેક કરીને 3 આરોપીઓ જે છૂટક મજૂરી કરતાં હોવાના આધારે બેને ઝડપી લેવામાં આવ્યાં હતાં. જ્યારે ત્રીજાએ ચોરીના ગુનામાં બહાર નીકળીને ફરી ચોરી કરવાના રવાડે ચડ્યો હોવાનું કહ્યું હતું. કુલ પાંચ ફરિયાદના આરોપીને ઝડપી લીધા હતાં. બાઈકનો લોક તોડીને ચોરી કરતા હતાં. બાદમાં ચોરી કરતાં હતાં. મોબાઈલનો ઉપયોગ કરતાં હોવાથી તે ચોરી લેતા જ્યારે બાઈકમાં પેટ્રોલ ખલાસ થઈ જાય તો બીજી બાઈક ચોરી કરતાં હતાં. તમામ આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે.








