અમદાવાદ: દુબઇમાં ધંધામાં રોકાણના નામે ઠગાઇ કરતા બંટી-બબલી ઝડપાયા
દુબઇમાં ધંધામાં રોકાણનાં નામે અનેક લોકો પાસેથી ઠગાઇ આચરનારા બંટી-બબલીની અમ

દુબઇમાં ધંધામાં રોકાણનાં નામે અનેક લોકો પાસેથી ઠગાઇ આચરનારા બંટી-બબલીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદમાં એન્જલ ફીનટેક પ્રા.લી નામની કંપની ખોલી ક્રેડિટકાર્ડના ઉપયોગથી બેન્ક કરતા વધુ વળતરની અનકે લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઇ આચરવામાં આવી હતી.
દુબઇમાં ધંધામાં રોકાણના નામે કરી ઠગાઇ
જશવંતસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદમાં સાકાર-3, સી.યુ.શાહ કોલેજ પાસે ઇન્કમટેક્સ ચાર રસ્તા નજીક એન્જલ ફીનટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સૌરીન પંકજભાઇ પટેલ તેમજ અક્ષિતા સૌરીન પટેલે રોકાણકારોને ઓફિસે બોલાવી દુબઇ ખાતે ધંધામાં રોકાણ કરવા જણાવ્યું હતું અને સારૂ વળતર મળશે તેવી લાલચ પણ આપી હતી.આ સાથે જ તમારે કોઇ રૂપિયા આપવાના નથી અને તમારી પાસેના ક્રેડિટકાર્ડના વપરાશથી ક્રેડિટ કાર્ડની લિમિટ ઉપર બેન્ક કરતા વધુ વળતર આપવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા.
શરૂઆતમાં લોનના EMI ભરવા તથા ક્રેડિટકાર્ડના વપરાશના વળતર પેટે નાણાં પરત આપી નવેમ્બર 2023થી બંધ કરતા તેમને વાત કરતા આગળથી પેમેન્ટ આવતું નથી તમારૂ ક્રેડિટકાર્ડનું બિલ ફેરવી આપીશ તેમ કહી ચાર-પાંચ મહિના સુધીનું બિલ ફેરવી એપ્રિલ-2024માં પોતાની ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. ફરિયાદીના 48 લાખ 33 હજાર 329 તથા અન્ય રોકાણકારોના ક્રેડિટકાર્ડના તથા પર્સનલ લોનના ટોટલ મળી 3 કરોડ 50 લાખ 58 હજાર 400 રૂપિયા આરોપીઓએ પોતાના તથા અન્યના બેન્ક ખાતામાં તથા અલગ અલગ કંપનીના વોલેટોમાં ટ્રાન્સફર કરી મેળવી લઇ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરી કરતી ગેન્ગ ઝડપાઇ, પાંચ દિવસમાં પાંચ રિક્ષાની કરી ચોરી
આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે દુબઇમાં રોકાણ કરવાની લાલચ આપી ઠગાઇ કરતા બંટી-બબલીને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.








