સુરતમાં ત્યક્તાને લગ્નની લાલચે બિલ્ડરે આચર્યુ દુષ્કર્મ, ફાર્મ હાઉસમાં લઈ જઈ દારૂ પીવડાવી કરી બળજબરી
સુરતમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કામરેજના પાસોદરામાં રહેતી ત્યક્તા મહિ

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કામરેજના પાસોદરામાં રહેતી ત્યક્તા મહિલા સાથે બિલ્ડરે મિત્રતા કેળવ્યા બાદ ફાર્મ હાઉસમાં લઈ જઈ લગ્નની લાલત આપીને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોતે વિધુર હોવાનું ખોટું બોલી મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાથી મહિલાએ પોલીસથી લઈને ગૃહમંત્રી સુધીનાને રજૂઆત કરવા છતાં ફરિયાદ ન લેવાતી હોવાના આક્ષેપ કર્યા હતાં.
પાન-માવાની દુકાને પરિચય થયો
પાસોદરમાં રહેતી મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે, તેણીના પતિ સાથે છૂટાછેડા થયા બાદ દીકરી અને પોતાના ભરણપોષણ માટે પાન-માવાની દુકાન ચલાવતી હતી. જો કે, ત્યાં વજુ કાત્રોડીયા નામના ઈસમ અવાર નવાર ગ્રાહક તરીકે આવતો હતો. તેણે પરિચય કેળવ્યા બાદ કટલેરીની દુકાન કરી આપવા કહ્યું હતું. પરંતુ ત્યક્તાએ ના પાડી હતી. બાદમાં તેણીને પાર્ટી હોવાથી ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો. જ્યાં લગ્નની લાલચ આપતા કહ્યું કે, મારી પત્નીનું અવસાન થયું છે. જેથી તારી સાથે લગ્ન કરીશ. જો કે, મહિલાને બળજબરી દારૂ પીવડાવી ફાર્મમાં દુષ્કર્મ આચર્યું હતું.
દારૂ પીને દુષ્કર્મ આચર્યુ
ગાય પગલાં પાસે વજુએ તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં મહિલા સાથે દારૂ પીને દુષ્કર્મ આચર્યુ હતું. અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કાત્રોડીયા પાસોદરા વિસ્તારના સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવવાનું જણાવ્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરુધ્ધ ખંડણીની ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, મહિલાએ અલગ અલગ જગ્યાએ પોતાની ફરિયાદ નોંધવવા કોશિષ કરી હોવા છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ સાથે કહ્યું કે, વજુના રાજકીય અગ્રણીઓ સંબંધીઓ હોવાની સાથે ધરોબો હોવાખી તેની ફરિયાદ લેવામાં આવતી નથી. જેથી મને માત્ર ન્યાય જોઈએ છે.








