સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારનારો 20 વર્ષે ઝડપાયો, આડાસંબંધોની શંકાએ હત્યા કરી રહેતો આગ્રા
સુરતના રાંદેરમાં પત્નીની હત્યા કરી ભાગી ગયેલા એરફોર્સના પૂર્વ ઓફિસરને ક્રાઇમબ્રાંચે 20 વર્ષ પછી આગ્રાથી પકડી પ

સુરતના રાંદેરમાં પત્નીની હત્યા કરી ભાગી ગયેલા એરફોર્સના પૂર્વ ઓફિસરને ક્રાઇમબ્રાંચે 20 વર્ષ પછી આગ્રાથી પકડી પાડયો છે. આડા સંબંધને કારણે પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા કરી આરોપીએ મકાનને લોક કરી 4 વર્ષના પુત્ર સાથે સ્કૂટર પર સુરત સ્ટેશથી બસ દ્વારા ઉદયપુર ભાગી ગયો હતો. ત્યાંથી આગ્રા નીકળી ગયો હતો. આગ્રામાં ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પછી ત્યાં કરીયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો.
નોકરી દરમિયાન આંખ મળી
ક્રાઇમબ્રાંચે કહ્યું કે, હત્યારો વિનોદ મદનમોહન શર્મા 14 વર્ષ પહેલા એરફોર્સમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન તેની બદલી અમદાવાદ ખાતે થઈ હતી.અમદાવાદમાં નોકરી વખતે તેની મુલાકાત ઉર્મિલાબેન સાથે થઈ હતી. ઉર્મિલા અને વિનોદ વચ્ચે પ્રેમસંબધ થયો હતો. પછી બન્ને મંદિરમાં જઈ ફુલહાર કરી લગ્ન કરી લીધા હતા. એરફોર્સના પૂર્વ ઓફિસરની અમદાવાદથી બદલી બરેલી થઈ હતી. આથી બરેલી બદલી થતા તેણે નોકરી છોડી દીધી હતી.
દુકાન માલિક સાથે અફેર
નોકરી છોડી એરફોર્સના પૂર્વ ઓફિસર પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરવા લાગ્યો હતો. પછી બન્ને સુરત ખાતે વર્ષ 2004માં હીરાના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા. રાંદેરમાં આનંદ મગલ સોસાયટીમાં રહેવા લાગ્યા હતા. જ્યાં પાડોશમાં રહેતા અને મકાન માલિકની દુકાને કામ કરતા વિનોદ શ્રીવાસ્તવ જોડે વિનોદની પત્નીની આંખ મળી ગઈ હતી. ઝઘડા વધી ગયા બાદ એક દિવસે તેણે હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આગ્રા રહેવા લાગ્યો હતો. જ્યાં લગ્ન પણ કરી લીધા હતાં.








