મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપા

Gandhinagar news: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે. 

ઉપાધ્યક્ષ ચૂંટણી યોજાશે

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે, જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી 'ધ્વનિ મત' દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

• કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ

• કામકાજના દિવસો: 23 દિવસ

• સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે

• કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

• નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.

• સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન 'યુનિફોર્મ સિવિલ કોડ' સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.

• કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

બજેટનું કદ: 15% ના વધારા સાથે 3.90 લાખ કરોડનું અનુમાન

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો