VIDEO: બોટાદમાં મહિલા પર હુમલો કરનાર રીઢા ગુનેગારની પોલીસે શાન ઠેકાણે લાવી, જાહેરમાં મંગાવી માફી
રાજ્યના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા મોચીપરા વિસ્તારમાં પાડોશી મહિલા પર છરી વડે હુમલો કરનાર રીઢા ગુનેગારની પોલીસે શાન ઠેકાણે લાવી છે. દારૂ વેચવાની પોલીસમાં જાણ કરી હોવાની અદાવત રાખી હતી.
પાડોશી મહિલા પર આરોપીએ કર્યો હતો હુમલો
અદાવત રાખીને બુટલેગર મહેશ ઉર્ફે મલ્ટો વાટુકિયા, તેની પત્ની અને પિતાએ સોનલબેન સાબરીયા અને તેમના પુત્ર પર હિંસક હુમલો કર્યો હતો. મહિલા અને તેના પુત્રએ પોલાીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં તમમની અટકાયત કરી હતી.
બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી
બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન યોજ્યું હતું. 18 ગુનાઓમાં સંડોવાયેલા અને હદપાર થયેલા આ રીઢા ગુનેગાર મલ્ટાની હેડકી બેસાડી દેતા, પોલીસે તેને જાહેરમાં કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી હતી. આ વિસ્તારમાં લોકોની હાજરીમાં આરોપીએ હાથ જોડીને માફી માંગી હતી.

