મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સ્ટડી સેન્ટરોના નામે શિક્ષણનો વેપાર, પરીક્ષા આપવા અંધારી રાત્રે લઈ જવાય છે વિદ્યાર્થીઓને

સુરતમાં મેનેજમેન્ટ સહિત ડિપ્લોમા જેવા કોર્ષમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થ

સુરતમાં સ્ટડી સેન્ટરોના નામે શિક્ષણનો વેપાર, પરીક્ષા આપવા અંધારી રાત્રે લઈ જવાય છે વિદ્યાર્થીઓને

સુરતમાં મેનેજમેન્ટ સહિત ડિપ્લોમા જેવા કોર્ષમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે. જેનો ફાયદો લેવા માટે બોગસ કોલેજો (સ્ટડી સેન્ટરો) યોગીચોક, ઉત્રાણ, સરથાણા, વરાછા, કતારગામ, અડાજણ જેવા વિસ્તારમાં ધમધમી રહ્યાં છે. યોગીચોક વિસ્તારમાં આવેલી ક્રિએટીવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટીટયુટ નામના બોગસ સ્ટડી સેન્ટર દ્વારા ગઈ તા. 7 જુલાઈ 2024ના રોજ રાત્રિના 11 કલાકે શિવાય ટ્રાવેલ્સ બસ (નંબર GJ14-Z-4590)ની બે બસોમાં 100 જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી (SSIC) માં લઇ જવામાં આવ્યા છે.

બોગસ સ્ટડી સેન્ટરના ભોગ બનતા વિદ્યાર્થી

આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા આ પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. આ બોગસ સ્ટડી સેન્ટરો ચલાવવાનું સમગ્ર કૌભાંડ સુરત શહેરમાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કોલેજ ન હોવા છતાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માત્ર પરીક્ષા આપવા મોકલી ખુબ જ મોટા પાયે શિક્ષણનું કૌભાંડ રાજય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે. બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવી તેમની સામે પોલીસમાં ફરિયાદ કરવાની જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોવા છતાં માત્ર તપાસ કમિટિ બનાવી સુરત શહેરમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓને આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં પ્રવેશ મેળવી લે ત્યાં સુધી કોઇ કાર્યવાહી યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી નથી.

યુનિવર્સિટી અને મુખ્યમંત્રીને ફરિયાદ

પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ આ સમગ્ર મામલે વીર નર્મદ યુનિવર્સિટી, રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા લખ્યું છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરકારની જવાબદારી બને છે કે તેઓ સુરત શહેરમાં ચાલતા આવા બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવે. તેની સામે પોલીસમાં ફરીયાદ કરે. તેમજ કમ્યુટર કલાસીસની આડમાં ચાલતાં બોગસ સ્ટડી સેન્ટરોને ઉઘાડા પાડી વાલી-વિદ્યાર્થીઓને જાગૃત કરવાની જરૂર છે.

આ સમાચાર શેર કરો