સુરતમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળ્યો, બે દિવસ ચાલી હતી ખાડીમાં શોધખોળ
સુરતના સચીનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે ૨ વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમ

સુરતના સચીનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે ૨ વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડી માંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચોઃસુરતમાં યુવકના ટ્રેન અડફેટે થયાં કટકાં, રેલવે ટ્રેક પર નશો કરવા ગયાની આશંકા
ખાડીમાં ગયાની આશંકા
મૂળ ઓડિશાના ગંજામના વતની અને હાલમાં સચીનમાં તંલગપુરગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોંડનો ૨ વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો. બાદમાં બાળક નહી દેખાતા તેના પરિવાર અને આજુ બાજુના લોકો ચિંતાતુર થઇને શોધખોળ આદરી હતી. પણ તેની ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાદમાં કોઇને શંકા ગઇ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે.
ફાયર જવાનોએ શોધખોળ આદરી
ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં પહોચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહી, બાદમાં આજે વહેલી સવારે ફાયરજવાનો ફરી ત્યાં જઇને શોધખોળ કરી હતી. બાદમાં જે.સી.બી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો. બાદમાં સાંજે બાળકનો ખાડી માંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસે સોપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. જયારે બાળક પરિવારનો એકને એક લાડકવાય પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારજનો માતમ છવાઇ ગઇ હતી. બાળકના પિતા સંચા ખાતામાં કામ કરે છે. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.








