સહકારી સંઘની ચૂંટણી : ખેડાના બળવાખોર પૂર્વ MLA સામે ભાજપના જ ઉમેદવારનો કારમો પરાજય
ખેડા જિલ્લા સહકારી સંઘની માતર બેઠક પર ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી ન

ખેડા જિલ્લા સહકારી સંઘની માતર બેઠક પર ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવનારા માતરના પૂર્વ ધારાસભ્ય સામે ભાજપના ઉમેદવારની હાર થઈ હતી. પરિણામે પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીને ભાજપમાંથી દૂર કરવાની માંગ સાથે વર્તમાન ધારાસભ્ય સહિત 200 કાર્યકરોએ જિલ્લાકક્ષાએ રજૂઆત કરી હતી.
ખેડા જિલ્લા સહકારી સંઘની પાંચ બેઠકો માટે ગત શનિવારે મતદાન યોજાયું
ખેડા જિલ્લા સહકારી સંઘની પાંચ બેઠકો માટે ગત શનિવારે મતદાન યોજાયું હતું. આ બેઠકો પર મંગળનારે મતદાન હાથ ધરાતા નડિયાદ અને કપડવંજની બેઠકો પર કોંગ્રેસ મહુધા અને કઠલાલ બેઠક પર ભાજપની જીત થઈ હતી.
મેન્ડેટ વિરુદ્ધ જઈને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ઉમેદવારી નોઁધાવી
માતર બેઠક પર ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ઉમેદવારી નોઁધાવી હતી. તેમવી સામે ભાજપે ભગવતસિંહ પરમારને મેદાને ઉતાર્યા હતા.ભાજપના અનેક પ્રયાસો છતાં કેસરીસિંહને 16 અને ભગવતસિંહને 12 મત મળતા ભાજપના ઉમેદવારની હાર થઈ હતી. ચૂંટણી પૂર્વે જિલ્લા ભાદજપના પ્રમુખ અજયબ્રહ્મભટ્ટે માતર સહિતની તમા બેઠકો પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે બે બેઠકો પર કોંગ્રેસની જીત થતાં 13માંથી 3 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 07-1-2025નું ગુજરાત સમાચાર
કઠલાલ બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકી અને સુરસિંહ ચેહરજી રાઠોડને ૧૫-૧૫ મતો મળ્યા હતા. જ્યારે કાંતાબેન શનાભાઈ સોઢાપરમારને ૩ મત મળ્યાં હતાં. જેથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઈ થતાં નાની બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ગોપાલભાઈનું નામ ખૂલતા આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી.
જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બહુચર્ચિત માતર બેઠક પર સૌની નજર હતી. માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પક્ષમાંથી બળવો કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. સામેપક્ષે ભાજપે ભગવતસિંહ પરમારને મેદાને ઉતાર્યા હતા. ભાજપના અનેક પ્રયાસો છતાં કેસરીસિંહને ૧૬ અને ભગવતસિંહને ૧૨ મત મળતા ભાજપના ઉમેદવારની હાર થઈ હતી અને પક્ષમાં બળવો કરનારા કેસરીસિંહનો વિજય થયો હતો. જ્યારે કેસરીસિંહને પક્ષમાંથી દૂર કરવાની માંગ સાથે ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના કાર્યકરો નડિયાદ કમલમ ખાતે પહોંચ્યા હતા.








