મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ભાજપના 30 વર્ષના રાજ પછી પણ મંત્રીઓએ સભ્ય બનાવવા હાથ જોડવા પડે છે, હાઇકમાન્ડ નારાજ

ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે.30 વર્ષથી ગુ

ગુજરાતમાં ભાજપના 30 વર્ષના રાજ પછી પણ મંત્રીઓએ સભ્ય બનાવવા હાથ જોડવા પડે છે, હાઇકમાન્ડ નારાજ

ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે.30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપે અવનવા અખતરાં અજમાવ્યા છે આમ છતાંય સભ્ય નોંધાતા નથી. આ કારણોસર હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ઠપકો આપ્યો છે. 

ગાંધીનગરમાં સચિવાલયની બેઠક પણ સદસ્યતા અભિયાનને લીધે જ રદ કરવી પડી છે. પ્રજાના કામોને કોરાણે મૂકીને મંત્રીઓ સભ્ય નોંધણી માટે મત વિસ્તારમાં દોડ્યા છે. આ કારણોસર સચિવાલયમાં મુલાકાતીઓ પણ રખડી પડ્યા હતાં

ભાજપને 50 લાખ સભ્ય બનાવવાના પણ ફાફા

આ વખતે ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં રહ્યુ છે કે કેમ કે, તલાટી, શિક્ષકો, પંચાયત કોમ્યુટર ઓપરેટરને ટાર્ગેટ અપાયા છે. આ ઉપરાંત શાળા- કોલેજોના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા છે. સભ્ય બનવા માટે 500ની ઓફર પણ કરવામાં આવી રહી છે. આવા અખતરાં પછીય સભ્યો નોંધાતા નથી. સદસ્યતા અભિયાનના શરૂઆતમાં એવી ડીંગો હાંકવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધશે પણ એવુ થયુ નથી. અભિયાનની સમયઅવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે 2 કરોડની વાત તો બાજુએ રહી હજુ 50 લાખનો આંકડો પણ પાર થઇ શક્યો નથી.

સભ્યો ના બનતા હાઇકમાન્ડ નારાજ

ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે દિલ્હી હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. એટલુ જ નહીં, ભાજપ પ્રદેશ નેતાઓનો ઉધડો લીધો છે. આ જોતાં ભાજપના નેતાઓ તો ઠીક મંત્રીઓ પણ મત વિસ્તારમાં દોડ્યાં છે. સાંસદથી માંડીને ધારાસભ્ય, પંચાયત-પાલિકાના ચૂંટાયેલાં સભ્યોને ટાર્ગેટ અપાયા છે. હાલ લોકો સરકારથી ભારેભાર નારાજ છે. પ્રજાના કામો થતાં નથી. આ જોતાં ભાજપના નેતાઓ લોકો વચ્ચે જઇ શકતાં નથી. ખુદ ભાજપના ગઢ સમાન વિસ્તારમાં ભાજપના સભ્ય બનતા નથી. ભાજપના નેતાઓ જ અંદરખાને કહી રહ્યાં છે કે, જો 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. જો પ્રજાના કામો કર્યા હોત તો આ દશા ના આવી હોત.

એક સમયે લોકો સામે ચાલીને મિસકોલ કરી ભાજપના સભ્ય બનતાં હતાં. હવે ચિત્ર બદલાયુ છે. મંત્રીઓથી માંડીને ધારાસભ્ય-સાંસદોએ મત વિસ્તારમાં લોકોને કરગરવુ પડે છે. અત્યારે એકેય ધારાસભ્ય, સાંસદ કે મંત્રી ખોખારો ખાઇને ટાર્ગેટ પૂર્ણ કર્યો છે તેમ કહી શકે તેવી અવસ્થામાં નથી.

આ સમાચાર શેર કરો