અમદાવાદ/ 'મારઝૂડની વાત કોઇને કરીશ તો મારી નાખીશ', ભાજપના નેતા સામે પત્નીએ જ નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં ભાજપના એક નેતા સામે પોતાની પત્નીએ જ ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં લગ્નના ચાર વર્ષ બાદ પતિ મારઝૂ

અમદાવાદમાં ભાજપના એક નેતા સામે પોતાની પત્નીએ જ ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં લગ્નના ચાર વર્ષ બાદ પતિ મારઝૂડ કરતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાજપના નેતા માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા અને પૂર્વ મીડિયા કન્વિનર અમિત જ્યોતિકર સામે તેમના પત્નીએ જ ફરિયાદ નોંધાવી છે.ભાજપના નેતા પર પત્નીને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લગ્નના ચાર વર્ષ બાદ પતિ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ
ભાજપના નેતા અમિત જ્યોતિકર લગ્નના ચાર વર્ષ બાદ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ તેની પત્નીએ જ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નાની નાની વાતોમાં પતિ મારઝૂડ કરતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે. મારઝૂડની વાતની કોઇને જાણ કરીશ તો મારી નાખવાની પણ ધમકી આપતો હોવાનો પણ આરોપ પત્નીએ લગાવ્યો છે.કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








