મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દહેગામ વેપારી આપઘાત કેસમાં પોલીસ પર ભાજપના નેતાનું દબાણ, દોઢ મહિના પછી પણ આરોપીઓ પકડાયા નથી

દહેગામમાં સો મીલ ચલાવતા વૃદ્ધના આપઘાત મામલે APMC ચેરમેન અને ભાજપના નેતાના દબાણને કારણે

દહેગામ વેપારી આપઘાત કેસમાં પોલીસ પર ભાજપના નેતાનું દબાણ, દોઢ મહિના પછી પણ આરોપીઓ પકડાયા નથી

દહેગામમાં સો મીલ ચલાવતા વૃદ્ધના આપઘાત મામલે APMC ચેરમેન અને ભાજપના નેતાના દબાણને કારણે પોલીસ તપાસ ના કરતી હોવાનું સામે આવ્યું છે. કામધેનુ મીલની જગ્યા મામલે વૃદ્ધે આપઘાત કર્યો હતો.  આ ઘટનામાં સુસાઇડ નોટ પણ સામે આવી હતી જેમાં 4 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાઇ હોવા છતા પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

વૃદ્ધે માનસિક ત્રાસના કારણે કર્યો હતો આપઘાત

 મૃતક ગોપાલ સોનીને (ઉ.વ.70) દહેગામમાં કામધેનુ મીલની જગ્યા ગોપાલજી મંદિર ટ્રસ્ટની હોવાનું કહી ખાલી કરી દેવાની ધમકીઓ આપી સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને વારંવાર ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. આ સાથે જ આરોપી સુમેરૂભાઇ રસીકભાઇ અમીને ફરિયાદીના પિતાને મરવા માટે મજબુર કરતા ફરિયાદીના પિતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.આપઘાત બાદ તેમને સુસાઇડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો.

શું છે સમગ્ર ઘટના?

બનાવની વિગત જોઇએ તો, દહેગામ ગોપાલજી મંદિર ટ્રસ્ટની કમિટીના સભ્યો બદલાયેલા જેમાં કમિટીના ચેરમેન તરીકે દહેગામના સુમેરૂભાઇ રસીકલાલ અમીનની વરણી થઇ હતી જે બાદ સુમેરૂભાઇ અમીન તથા તેમના દિકરા કૌશલભાઇ તથા હર્ષિલભાઇ વારંવાર મૃતકની સો મીલ ખાતે આવતા હતા અને કહેતા કે આ જગ્યા તમારા બાપની નથી ગોપાલજી મંદિર ટ્રસ્ટની છે જે ખાલી કરી દો. તે બાદ સો મીલનો ભાડા પટ્ટો કાયમી રાખવા દહેગામ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ APMCના ચેરમેન અને ભાજપના નેતા સુમેરૂભાઇ અમીન તથા તેમના દિકરા કૌશલ અને હર્ષિલ ભાઇને થતા તે સો મીલ ખાતે મારા પિતા ગોપાલભાઇ તથા અમને જેમ ફાવે તેમ ગાળો બોલી ધમકી આપતા કહેવા લાગ્યા હતા કે સો મીલ ખાલી કરી દેજો નહિતર જાનથી મારી નાખીશું.

સુમેરૂભાઇ અમીન તથા તેમના દિકરાઓએ સો મીલવાળી જગ્યા ખાલી કરી દઇએ તે માટે હેરાન પેરશાન કરવા સો મીલનું લાઇટ કનેક્શન કાપી નાખવા તથા જીએસટી લાઈસન્સ રદ કરાવવા તથા ફોરેસ્ટ વિભાગનું લાઈસન્સ રદ કરાવવા તથા સો મીલનું પાણીનું કનેક્શન કાપી નાખવા અલગ અલગ કચેરીમાં અરજીઓ કરી હતી. જેથી ગોપાલભાઇએ હાઇકોર્ટ ખાતે અપીલ દાખલ કરાવેલ જે પેન્ડિંગ છે. સુમેરૂ અમીન તથા તેમના બન્ને દિકરાના સતત માનસિક ત્રાસના કારણે હેરાન પરેશાન થઇ ગયા હતા અને ગોપાલભાઇ સતત બેચેન તથા માનસિક તણાવમાં રહેતા હતા. ગોપાલભાઇએ તે બાદ અત્યારે દહેગામ APMCના ચેરમેન સુમેરૂ અમીન અને તેમના બે પુત્રોના ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

આ સમાચાર શેર કરો