મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં વધુ એક અકસ્માત, આઇસરની ટક્કરે બાઇક ચાલકનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ એસપી રીંગરોડ ઉપર આઇસર ગાડીની અડફેટે બાઇક ચાલકનું મોત થયુ

અમદાવાદમાં વધુ એક અકસ્માત, આઇસરની ટક્કરે બાઇક ચાલકનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ એસપી રીંગરોડ ઉપર આઇસર ગાડીની અડફેટે બાઇક ચાલકનું મોત થયું છે. બનાવની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વધુ એક અકસ્માત

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. અમદાવાદમાં વસ્ત્રાલ એસપી રીંગરોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. આઇસર ગાડીની અડફેટે સંજીવ શર્મા નામના બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલક આઇસર ટ્રકના પાછળના ટાયરમાં આવી ગયો હતો જેને કારણે તેનું મોત થયું હતું. 

આ પણ વાંચો: AHMEDABAD: નરોડામાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી કરી આત્મહત્યા

અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં વધારો

  • અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે કારની ટક્કરે મહિલા પોલીસ કર્મીનું મોત થયું હતું. સ્ટેડિયમ ખાતે પોલીસ બંદોબસ્તથી પરત આવતા સમયે અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી.
  • 4 ડિસેમ્બરે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે અકસ્માત સર્જ્યો હતો. રાજસ્થાનની બસે રાહદારીને અડફેટે લેતા તેનું મોત થયું હતું.
  • 23 નવેમ્બરે SG હાઇવે પર હાઇકોર્ટ ઓવરબ્રિજ પર SUV કારચાલકે બે સાઇકલ સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં કાર ચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
  • અમદાવાદના આંબલી-બોપલ રોડ પર વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. કાર ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટના કસ મારતો રહ્યો હતો. જોકે, આ ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો,કોર્ટે તેને પછી જામીન પર છોડી મુક્યો હતો.

આ સમાચાર શેર કરો