મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુટ્યુબ પરથી શીખ્યા બાઇક ચોરીના 'લેસન'; રાજકોટમાં સગીર સહિત બેની ધરપકડ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી બાઇક ચોરીના બનાવોમાં ન

તસવીર: gstv

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી બાઇક ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો. એક બાદ એક સાત બાઇક ચોરીની ઘટનાઓ બનતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સતત એક મહિનો દિવસ-રાત મહેનત કરી આખરે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

યુટ્યુબ પરથી શીખ્યા ચોરી 

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલ સગીર આરોપી યુટ્યુબ (YouTube) પરથી હેન્ડલ લોક વગરના બાઇકને કઈ રીતે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકાય તે શીખ્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ કરીને તે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.

ચોરીના બાઇક માત્ર 10 હજારમાં વેચાતા

સગીર આરોપી બાઇક ચોરી કર્યા બાદ તે વાહનો જૂનાગઢના બિલખામાં રહેતા સરફરાઝ નામના શખ્સને માત્ર રૂ. 10,000માં વેચી દેતો હતો. સરફરાઝ આ ચોરીના બાઇક બિલખાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકો શોધીને વેચી  નાખતો હતો.

કુલ 14 બાઇક રિકવર કરાયા

આજીડેમ પોલીસે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી કુલ 14 બાઇક કબજે કર્યા છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર અને મુદ્દામાલ ખરીદનાર સરફરાઝ એમ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો