મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: વેપારીના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં, ગણતરીની મીનિટોમાં 140 કિલો ચાંદીની ચોરી કરી ફરાર

રાજકોટ શહેરના રણછોડનગર શેરી વેપારીની ઘરમાંથી 140 કિલો ચાંદીની ચોરીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્ય

Rajkot news:  વેપારીના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં, ગણતરીની મીનિટોમાં 140 કિલો ચાંદીની ચોરી કરી ફરાર

રાજકોટ શહેરના રણછોડનગર શેરી વેપારીની ઘરમાંથી 140 કિલો ચાંદીની ચોરીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રાથમકિ તપાસ મુજબ કારમાં આવેલા શખ્સોએ  ચોરીને અંજામ આપ્યો છે. તેઓએ માત્ર 20થી 25 મિનિટમાં જ 140 કિલો ચાંદીની ચોરી કરી નાસી ગયા છે..અતુલભાઈ પટેલ નામના વેપારીના પરિચિત બિપિનભાઈના ઘરમાં ચોરીને અંજામ અપાયો છે. 

તેમણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વાહનમાં નંબર પ્લેટ પણ ખોટી લગાવી..પોલીસે ચોરી સમયે એક્ટિવ મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવ્યુ છે..અને તે આધારે એનાલિસિસ કરી પોલીસ તપાસ ચલાવી રહી છે.કરોડોની ચાંદીની ચોરીનો કેસ ઉકેલવા પોલીસ ડોગ સ્કવોર્ડ અને એફએસએલની પણ મદદ લઈ રહી છે.. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

પોલીસ પેટ્રોલિંગ પર સવાલ

મોટી ચોરીના પડઘા પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાને પણ પડ્યા હતા. આ કેસમાં  ઇન્ચાર્જ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તમામ દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ચોરોએ આટલી મોટી ચોરીને અંજામ આપી ભાગી જતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. આખા વિસ્તારમાં ડર અને રોષનો માહોલ છે. 

આ સમાચાર શેર કરો