વડોદરામાં ચોર સમજી માર માર્યાની ઘટનામાં પોલીસનો મોટો ખુલાસો, જાણો શું છે ઘટના
વડોદરાના વારસિયામાં ચોર સમજી માર માર્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે

વડોદરાના વારસિયામાં ચોર સમજી માર માર્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જેમના પર લોકોએ ચોર સમજીને હુમલો કર્યો તે આરોપીઓ ચોર જ હતા. પોલીસે ચોરીના સાધનો અને બાઇકને કબજે કરી છે.
પોલીસનો ખુલાસો
વડોદરા પોલીસ ડીસીપી ઝોન-2 પન્ના મોમાયાએ વડોદરામાં ચોર ટોળકીને માર મારવાની ઘટના મામલે પત્રકાર પરિષદ કરી હતી. વડોદરા પોલીસે આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા કર્યા છે.ઇકરામાં અલી ટિલિયાવાળા વિરૂદ્ધ 7 ગુના નોંધાયેલા છ જે મુદ્દે તેને પાસા થયેલા છે. શહેબાજ ખાન પઠાણ મૃતક વિરૂદ્ધ 10 ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા છે અને પાસા પણ થયેલા છે.
મૃતક સાજિદ શેખ વિરૂદ્ધ પણ 3 ગુના નોંધાયેલા છે અને તેને પાસા પણ થયેલા છે. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ વિવિધ પોલીસ મથકોમાં ચોરીના ગુના નોંધાયેલા છે. જે ટોળાએ માર માર્યો તેમના વિરૂદ્ધ મોબ લિચિંગના ગુના પણ નોંધાયેલા છે.ત્રણેય યુવકો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતો સામાન જેમાં ટોર્ચ ડિસમિસ અને ચોરી કરેલી બાઇક કે જે લઇને આ ત્રિપુટી ચોરીને અંજામ આપવા માટે નીકળી હતી તે સહિતનો મુદ્દામાલ પણ ઝડપાયો છે.ચોરી કરેલી જે બાઇક પર આ ત્રિપૂટી આવી હતી તે વાહન પણ ચોરીનું જ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
આજવા રોડ થી બાઈક ચોરીને ચોરીનો અંજામ આપવા માટે જતાં હતાં. ફતેપુરા રોડ પર આ ત્રણેય આવી રહ્યાં હતા. તે દરમિયાન મદાર મહોલ્લા પાસે ચા પીવા માટે રોકાયા હતા. બાદમાં વારસીયા ઝુલેલા મંદિર નજીક શકમંદ હાલતમાં લોકોએ રોકીને પૂછપરછ કરતા ત્રણેયે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને શંકા ગઇ હતી અને આ ત્રણેયને ટોળાએ માર માર્ય હતો. આ દરમિયાન એકનું મોત થયું છે.








