મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પુત્રના મારામારીની ઘટનામાં ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારનું ભેદી મૌન, 'જય શ્રી રામ'કહીને ચાલતા થયા

મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના બે પુત્રોએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. આ ઘટ

પુત્રના મારામારીની ઘટનામાં ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારનું ભેદી મૌન, 'જય શ્રી રામ'કહીને ચાલતા થયા

મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના બે પુત્રોએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. હવે ભીખુસિંહ પરમારે આ ઘટનામાં ભેદી મૌન સેવી લીધુ છે. ભીખુસિંહ પરમારને આ મામલે સવાલ પૂછવામાં આવતા 'જય શ્રીરામ'કહીને ચાલતી પકડી હતી. રાજ્યમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ ગુનેગારોના આફ્ટર અને બિફોરના વીડિયો વાયરલ કરે છે ત્યારે ભાજપના મંત્રીના પુત્રોએ જ જાહેરમાં શખ્સ સાથે મારામારી કરી ત્યારે તેમનો આફ્ટર અને બિફોરનો વીડિયો શું જોવા મળશે?

ભીખુસિંહ પરમારે જય શ્રીરામ કહીને ચાલતી પકડી

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન મોડાસાના ધારાસભ્ય પુત્રના મારામારીના વિવાદથી બચતા જોવા મળ્યા હતા. ભીખુસિંહ પરમાર મંત્રી પ્રવેશના બદલે ધારાસભ્યના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા. ભીખુસિંહ પરમારને જ્યારે પુત્રના મારામારીની ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ બચતા જોવા મળ્યા હતા અને 'જય શ્રી રામ' કહીને ચાલતી પકડી હતી.

શું છે ઘટના?

મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીત સિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ અને તેમના સાગરિતો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારી અપહરણનો પ્રયાસ કરતો એક વીડિયો વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોડાસાના ધારાસભ્યનો પુત્ર અને કેટલાક અન્ય શખ્સો એક કારમાં આવે છે અને પાછળથી આવતા બાઇક સવારને રોકીને તેને ઢોર માર મારવા લાગે છે. તે બાદ એક શખ્સ કારમાંથી બેટ અને લાકડી કાઢે છે અને યુવકને માર મારે છે. આ સાથે જ તેઓ ગાળો પણ બોલતા જોવા મળે છે.

વાયરલ થયેલા વીડિયોમાં "તું મોટો ડોન થઇ ગયો છે" તેમ કહીને યુવકને કેટલાક શખ્સ ઢોર માર મારી રહ્યાં છે અને પછી ગાડીમાં યુવકના અપહરણનો પ્રયાસ કરી રહ્યાં છે. કયા કારણોસર ભાજપના નેતા અને મંત્રીપુત્ર  સહિતના શખ્સોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી તે જાણી શકાયુ નથી.આ વાયરલ વીડિયોને લઇને હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.

BZ કૌભાંડમાં પણ ભાજપના યુવા મોરચાના પ્રમુખ અને મંત્રી પુત્રનું નામ

રાજ્યના બહુચર્ચિત BZ કૌભાંડમાં પણ મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલનું નામ વહેતું થયું હતું. સુત્રો જણાવી રહ્યાં છે કે, BZ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક ટ્રસ્ટમાં મંત્રી પુત્ર કિરણસિંહ પરમાર અને ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ ટ્રસ્ટી સભ્ય તરીકે કામ કરતા હતા.

આ સમાચાર શેર કરો