ભાવનગર: કરચલીયા પરા ગામમાં 7 શખ્સોએ હથિયાર સાથે મચાવ્યો આતંક, 2 લોકો ઘાયલ
રાજ્યના ભાવનગરના કરચલીયા પરા ગામમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી

રાજ્યના ભાવનગરના કરચલીયા પરા ગામમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના કરચલીયા પરા રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનશેભાઈના ઘરમાં છ થી સાત જેટલા અસમાજિક તત્વો ઘુસી ગયા હતા. આ અસામાજિક તત્વોએ ઘરમાં ઘુસીને આતંક મચાવ્યો હતો.
પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
હુમલાખોરોએ પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયારના ઘા વડે હુમલો કરતા પરિવારના બે સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં 100 રૂપિયા જેવી નજીવી બાબતે શખ્સોએ ચાની હોટલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ
7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. શા માટે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો તે દિશમાં તપાસ આદરી છે, અને 7 શખ્સો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.






