મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં 100 રૂપિયા જેવી નજીવી બાબતે શખ્સોએ ચાની હોટલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ

ગુજરાતના રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટના સામે આવી છે. ર

રાજકોટમાં 100 રૂપિયા જેવી નજીવી બાબતે શખ્સોએ ચાની હોટલ પર ફેંક્યો પેટ્રોલ બોમ્બ

ગુજરાતના રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટના સામે આવી છે. રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલ નકળંક ચા હોટલ પાસે 100 રૂપિયા જેવી નજીવી બાબતે શખ્સોએ પેટ્રોલ બોમ્બ બનાવીને ચાની હોટલ પર હુમલો કર્યો હતો.

શખ્સોએ હોટલ સળગાવવાનો કર્યો પ્રયાસ

જયદેવ રામાવત તથા ચિરાગ બાવાજીએ પાન માવાના 100 રૂપિયા બાબતે માથાકુટ કરી હતી. માથાકુટ કર્યા બાદ અન્ય બે અજાણ્યા શખસો સાથે આવી હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 16-1-2025નું ગુજરાત સમાચાર

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનોં નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો