VIDEO: મટીરીયલ ભરેલો ટેમ્પો અચાનક બેકાબૂ થયો, સદ્દનસીબે ચાલકને કોઈ ઇજા ના પહોંચી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ક્રેઇનની મદદથી ટેમ્પાને માર્ગની બાજુ પર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટેમ્પો પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મટીરીયલ ભરેલો ટેમ્પો પી.આઈ. કંપની પાસે અચાનક બેકાબૂ થઈ ગયો અને રોડ પર પલટી મારી ગયો. અકસ્માત સમયે ટેમ્પા ચાલકને કોઈ ઇજા પહોંચી નહોતી અને તેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને માર્ગ પર થોડીવાર માટે દોડધામ જોવા મળી હતી.
અકસમાતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પછી ક્રેઇનની મદદથી ટેમ્પોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

