ઉત્તરાયણમાં પ્રતિબંધિત ચીજોની લે-વેચથી સાવધાન, સુરતમાં ચાઈનીઝ તુક્કલ-દોરા વેચનાર બે ઝડપાયા
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરા અને તુક્કલના વેચાણ પર તંત્ર દ

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરા અને તુક્કલના વેચાણ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે મતલબનું જાહેરનામું પણ અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું. જે દર વર્ષે બહાર પડે છે. તેમ છતાં પ્રતિબંધિત વસ્તુઓ વેચાતી હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વરાછા અને પુણામાં ચાઇનીઝ માંજાના ૩૦ બોબીન સાથે એકની તથા સરથાણામાં ૨૫૦ તુક્કલ સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું મોત, ફ્લેટમાંથી મૃતદેહ મળતા ઘેરાયું રહસ્ય
ચાઈનીઝ દોરાતા ઝડપાયા
પ્રથમ બનાવમાં વરાછા પોલીસે કુબેરનગરના પોપડા પાસે જાહેરમાં રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં રેઇડ કરી હતી. અહીં એક બાઇકસવાર ચાઇનીઝ માંજો વેચવા માટે ઊભો હોવાની બાતમી વચ્ચે પોલીસે રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ ચાલક ચેતી જતાં ત્યાં જ પોતાની બાઇક મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ બાઇક કબજે કરી તેની સાથે લટકાવેલો થેલો ચેક કરતાં તેમાંથી ૬૦૦૦ની કિંમતના ૧૦ ચાઈનીઝ દોરાના બોબીન મળી આવ્યા હતા. પોલીસે બાઇક સવારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
બોબીન ઝડપાયા
બીજા બનાવમાં પુણા પોલીસે અમેઝીયા વોટર પાર્ક પાસેથી એક શખ્સને દબોચી લીધો હતો. પુણા વિસ્તારમાં રહેતો અને સ્ટેશનરીની દુકાન ધરાવતા ભાવેશ ગોપાલ માંગુકીયા પાસેથી ૨૦ હજારની કિંમતના ૨૦ ચાઈનીઝ દોરીના બોબીન મળી આવ્યા હતા. આ બોબીન તે રાજસ્થાનના સિકરથી સુરત લાવ્યાનું જણાવ્યું હતું.
તુક્કલથી આગ લાગવાની સંભાવના
દિવસે ઉત્તરાયણમાં પેચની લડાઈ બાદ રાત્રે પતંગ સાથે ચાઇનીઝ તુક્કલ (બલૂન) ઉડાડવાની પણ નવી પ્રથા શરૂ થઈ છે. આ બલૂનને કારણે જોકે ખેતર અને ઘરોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની હોઈ સરકારે તેની પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે સરથાણા પાર્વતીનગર સોસાયટી પાસે દોરા-પતંગ વેચતા પટેલ માંજાની દુકાનમાં ચાઇનીઝ તુક્કલ વેચવામાં આવતું હોવાની બાતમી સાથે સરથાણા પોલીસે અહીંથી ૧૨,૫૦૦ની કિંમતનાં તુક્કલ કબજે કર્યા હતા. દુકાન સાથે સંકળાયેલા પર્વ હરેશ દેવાણી અને જય અલ્પેશ ચાંચડની ધરપકડ કરી હતી જયારે જથ્થો આપનાર આયુષ પાનેલીયાને વોન્ટેડ જાહેર કરાયો હતો.








