મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અનરાધાર વરસાદથી સુરતમા ખાડી પૂરની સ્થિતિ, પાણી બેક મારતા ઘરમા પાણી ઘુસ્યા, રસ્તા પાણીમાં ગરકાવ

સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે. સુરતમાંથી પસાર થતી

અનરાધાર વરસાદથી સુરતમા ખાડી પૂરની સ્થિતિ, પાણી બેક મારતા ઘરમા પાણી ઘુસ્યા, રસ્તા પાણીમાં ગરકાવ

સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાય છે. મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મીઠી અને સીમાડા ખાડીએ ચિંતા વધારી

મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે. લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણ વાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના કારણે ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના સ્થળાંતરની ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવ્યું છે. જોકે વરસાદ થોડીવાર વિરામ લઈને ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોને ચિંતામાં વધારો થયો છે.

સીમાડા ખાડીથી ટ્રાફીકની સ્થિતિ

સીમાડા ખાડી કામરેજ વિસ્તારમાંથી પસાર થતી હોવાના કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બેક મારી રહ્યા છે. જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાતનાકા સુધીના રસ્તા પર વ્રજ ચોક આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. 

ખાડીઓની હાલની સપાટી              હાલની        ભયજનક સપાટી કાકરા        6.05        8.48 ભેદવાડ       6             7.20 મીઠી           8.40       9.35 ભાઠેના        6.20       8.25 સીમાડા       4.50       4.50

તંત્રનું મોનિટરિંગ

સુરત જિલ્લામાં પડી રહેલા દે માર વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટીમાં સતત વધારો થતાં મ્યુનિ. તંત્રનું ટેન્શન વધ્યું છે. સુરતમાથી પસાર થતી ખાડી બન્ને કાંઠે વહેતી થવા સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી હોવાથી મ્યુનિ. તંત્ર સતર્ક બની ગયું છે. મીઠી ખાડી તેની ભયજનક સપાટીથી લગોલગ વહેતી હોવાથી મ્યુનિ. તંત્રએ સતત મોનીટરીંગ શરૃ કર્યું છે.

આ સમાચાર શેર કરો