BZ કૌભાંડ: અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા
ગુજરાતના 6000 કરોડ રૂપિયાના પોન્ઝી સ્કીમ BZ કૌભાંડ ચર્ચામાં છે. BZ કૌભાંડના મુખ

ગુજરાતના 6000 કરોડ રૂપિયાના પોન્ઝી સ્કીમ BZ કૌભાંડ ચર્ચામાં છે. BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે અને બહાર આવવા માટે હવાતિયા મારતો રહે છે.અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટર જોવા મળ્યા છે. આ પોસ્ટર આ વખતે જાહેર જગ્યાએ નહીં પણ રિક્ષા પાછળ જોવા મળ્યા છે.
રિક્ષા પાછળ BZના સમર્થનમાં લાગ્યા પોસ્ટર
અરવલ્લી જિલ્લામાં મોડાસા-શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા હતા. અનેક રિક્ષા પાછળ ‘WE SUPPORT BZ’ લખાણ સાથે બેનર લગાવાયા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં રિક્ષા ચાલકો આવ્યા હતા.જોકે, હજુ સુધી આ જાણવા મળ્યું નથી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આ પોસ્ટર રિક્ષા પાછળ કોને લગાવ્યા. પોલીસ દ્વારા પણ આ સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.
અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં 50થી વધુ હોર્ડિંગ લાગ્યા હતા
આ પહેલા પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા. We Support BZના લખાણ સાથે મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર 50થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા. હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોવાથી કેટલાક સવાલ ઉભા થયા હતા.
શું છે ઘટના?
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.








