મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: એજન્ટ શિક્ષક વી.ડી.પટેલ સામે મોટી કાર્યવાહી, શિક્ષણ વિભાગે કરી બદલી

BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ગુજરાતમાં BZ કૌભાંડની પોન્ઝી સ્કીમ

BZ કૌભાંડ: એજન્ટ શિક્ષક વી.ડી.પટેલ સામે મોટી કાર્યવાહી, શિક્ષણ વિભાગે કરી બદલી

BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ગુજરાતમાં BZ કૌભાંડની પોન્ઝી સ્કીમ દ્વારા અનેક લોકોને છેતરનારા એજન્ટ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે. BZ કૌભાંડના એજન્ટ શિક્ષક વી.ડી.પટેલની બદલી કરવામાં આવી છે. 

વી.ડી.પટેલની બદલી

ગુજરાતના ચકચારી પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં એજન્ટ શિક્ષક વી.ડી.પટેલની બાયડની ઝાખરીયા પ્રાથમિક શાળા ખાતે બદલી કરવામાં આવી છે. આ પહેલા વી.ડી.પટેલ મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળા નંબર-2માં ફરજ બજાવતો હતો.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમારે ફરજ મોકૂફ બાદ કાર્યવાહી કરી છે.

CID ક્રાઈમની ટીમે શિક્ષકની અટકાયત કરી હતી

ગત 22 જાન્યુઆરીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષક વી.ડી પટેલની CID ક્રાઈમ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.  શિક્ષક વી.ડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ જવાયો હતો.  BZ ગ્રુપમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે. 

શિક્ષકને મોંઘીદાટ કાર ગીફ્ટમાં મળી હતી

BZ ગ્રૂપના સીઆઈડી દ્વારા નનામી અરજીના આધારે ગુનો નોંધી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ કૌભાંડ હજુ વધુ તપાસને લઈ સીઆઈડી ટીમે બુધવારે (22મી જાન્યુઆરી) મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ શાળાએથી ઊઠાવી લીધો હતો. પૂછપરછમાં આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. નોંધનીય છે કે, બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનાર અને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી.

આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. તેના દ્વારા અપાયેલ નિયંત્રણ કાર્ડ પણ કબજે કરાયા હતા. સીઆઈડી દ્વારા બીઝેડ કૌભાંડમાં વધુ તપાસ અર્થે જિલ્લાના મેઘરજના ઈસરી ગામના વિનુભાઈ ધર્માભાઈ પટેલની અટકાયતથી આ બીઝેડ ગ્રુપના અન્ય એજન્ટો જે થોડાક સમયથી બજારોમાં ફરી રહ્યા હતા તેવા પૈકીના કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ શિક્ષકે બીઝેડની ટુરમાં વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ ચર્ચાઓ ઊઠી હતી.

આ સમાચાર શેર કરો