ગુજરાત યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓેને અમદાવાદ ના છોડવા સૂચના
બાંગ્લાદેશમાં અનામતને લઇને શરૂ થયેલા પ્રદર્શનને કારણે શેખ હસીનાએ વડાપ્રધાનની ખુરશી છોડવી પડી છે. બાંગ્લા

બાંગ્લાદેશમાં અનામતને લઇને શરૂ થયેલા પ્રદર્શનને કારણે શેખ હસીનાએ વડાપ્રધાનની ખુરશી છોડવી પડી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ થઇ ગયો છે. શેખ હસીએના દેશ છોડીને ભારતમાં શરણ લેવી પડી છે. આ વચ્ચે અમદાવાદમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને શહેર ના છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશીઓને શહેર ના છોડવા સૂચના
ગુજરાત યૂનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશમાં ચાલતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ગુજરાત યૂનિવર્સિટીમાં 20 બાંગ્લાદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ગુજરાત યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ના છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ગુજરાત યૂનિવર્સિટીના બે ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને મુખ્ય નંબર સિવાય અન્ય ઇમરજન્સી નંબર પણ આપવામાં આવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર રિએક્ટ ના કરવા અને અફવા પર ધ્યાન ના આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાત યૂનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે સરકારની એડવાઇઝરીનું પાલન કરવા અને પરિવારના સંપર્કમાં રહેવા માટે પણ સૂચના આપી છે.
અમદાવાદને ના છોડે અને અમને સ્ટુડન્ટ અમારી સાથે છે. આશ્વાસન આપવામાં આવ્યું કે તમે સેફ છો ઇમરજન્સીના નંબર આપ્યા છે. કોઇ ણ કારણ બનશે તો તુરંત સ્ટુડન્ટ તે નંબર પર ડાયલ કરી શકે છે.








