મુખ્ય સામગ્રી પર જાઓ

બોર્ડનો છબરડો : ધોરણ-12 ફિઝિક્સની પરીક્ષામાં સામાન્ય અને દૃષ્ટિહીન છાત્રો માટે એક જ પેપર

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા

બોર્ડનો છબરડો : ધોરણ-12  ફિઝિક્સની પરીક્ષામાં સામાન્ય અને દૃષ્ટિહીન છાત્રો માટે એક જ પેપર

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષાઓ યોજાઈ હતી.જેમાં હજારો વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષામાં પ્રથમ વખત એક અખતરો કરવામાં આવ્યો હતો જે આખરે છબરડો સાબિત થયો. 

સામાન્ય અને દૃષ્ટિહીન છાત્રો માટે એક જ પેપર રાખવામાં આવ્યું હતું જેના કારણે અનેક વિદ્યાર્થીઓ  સૂચના સમજવામાં અટવાયા હતા. પ્રથમ ક્રમાંક અને તેના પછીના ક્રમાંકમાં પુછાયેલ પ્રશ્નોમાં કયો પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓએ સોલ્વ કરવો અને કયો પ્રશ્ન દૃષ્ટિહીન વિદ્યાર્થીઓએ સોલ્વ કરવો તેમાં અનેક વિદ્યાર્થીઓ અટવાયા હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે.

સામાન્ય વિધાર્થીઓ માટે પુછાયેલ પ્રશ્નની બિલકુલ નીચે સૂચના મુકાઈ હતી, જેમાં કૌંસમાં સૂચન કરાયું હતું કે ફ્કત દ્રષ્ટિહીન વિધાર્થીઓ માટે.  જોકે આ સૂચનમાં ઉપરનો પ્રશ્ન અમારો કે નીચેનો પ્રશ્ન અમારો તે સમજવામાં અનેક વિદ્યાર્થીઓ થાપ ખાઇ ગયાના અહેવાલ મળી રહ્યા છે. 

હવે સવાલ પણ ઉઠી રહ્યા છે કે આખા રાજ્યમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓની સંખ્યા જુજ છે, તો શા માટે બોર્ડ દ્વારા તેમના અલગ પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવ્યા ન હતા?  શા માટે સામાન્ય વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર અને દૃષ્ટિહિન વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર એક જ રાખવામાં આવ્યું હતું? 

આ સમાચાર શેર કરો