મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતઃ શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારા કેસના આરોપીઓના જામીન મંજૂર, કોર્ટે 20 દિવસ બાદ કર્યા મુક્ત

સુરતમાં ગણેશોત્સવના બીજા દિવસે રાત્રિના સમયે ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારા બા

સુરતઃ શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારા કેસના આરોપીઓના જામીન મંજૂર, કોર્ટે 20 દિવસ બાદ કર્યા મુક્ત

સુરતમાં ગણેશોત્સવના બીજા દિવસે રાત્રિના સમયે ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારા બાદ  8 સપ્ટેમ્બર, 2024ના રોજ સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી. આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં જ ચોકીના નજીકના બિલ્ડિંગની આગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો. આ કેસમાં 24 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં. જેમને રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. જેમણે આજે કોર્ટે શરતોના આધારે જામીન પર મુક્ત કર્યા છે.

આજે મળ્યા જામીન

પોલીસે 12 સપ્ટેમ્બરના રોજ પોલીસ 24 આરોપીને વધુ રિમાન્ડ માટે લઈને સુરત કોર્ટ પહોંચી હતી. જેમાંથી 4 આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે નામંજૂર કરતાં તમામ 24 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે 27 સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને 20 દિવસ બાદ 25,000 રૂપિયાના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.આરોપીઓ કેસ ચાલે છે ત્યાં સુધી દેશ પણ છોડી શકશે નહી.

પથ્થર ફેંકાયા બાદ પથ્થરમારો થયેલો

સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8 સપ્ટેમ્બરના રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડી મોડીરાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે બપોર (9 સપ્ટેમ્બર, 2024) સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો