અમદાવાદ / દરોડા પાડવા ગયેલા પોલીસ કોન્ટેબલ પર હુમલો, મહિલા બુટલેગર સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ર

અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશસિંહને બાતમી મળી હતી કે કુબેરનગર નજીક આવેલા કેકાડીવાસમાં દેશી દારુનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે તેઓ દરોડા પાડવામાં ગયા હતા. તે દરમિયાન એક જ પરિવારના ચાર લોકોએ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરી દીધો હતો.આ મામલે સરદારનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને બે મહિલા સહીત એક પુરુષની કુલ ત્રણની ધરપકડ કરી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
તાજેરતમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવા સંજોગોમાં સરદાનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશસિંહને બાતમી મળી હતી કે કેકડીવાસમાં દારુની હેરફેર થઈ રહી છે. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા.
પોલીસને આવેલી જોઈને દેશી દારૂના સ્ટેન્ડ પર દોડધામ મચી ગઈ હતી. કેકાડીવસમાં ઘરની બહાર દેશી દારુનું વેચાણ કરી રહેલી લીસ્ટેડ મહિલા બુટલેગર અલકા ગાયકવાડ ઉ.વ.50 હાજર હતી જેથી પ્રવૃત્તિ બંધ કરી દેવાની વોર્નિંગ આપતા અલકા ગાયકવાડ, તેનો પતિ રાજુ ગાયકવાડ દીકરો સાગર ગાયકવાડ તથા પુત્રવધુ શ્વેતા ગાયકવાડ ચારેય ભેગા મળીને દરોડા પાડવા આવેલા પોલીસકર્મી ઉપર હુમલો કરી દીધો હતો અને માથામાં ગંભીર ઈજાઓ પહોચાડી હતી.
પોલીસકર્મીને માર માર્યો હોવાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જેથી સરદારનગર પોલીસે ઘટના સ્થળે પહોચી ત્યાં સુધીમાં ચારેય આરોપીઓ નાસી ગયા હતા. ત્યારબાદ ઘાયલ પોલીસકર્મીને ખાનગી હોસ્પિટલમાં સરાવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સરદારનગર પોલીસે કોમ્બિંગ હાથ ધરીને મહિલા લીસ્ટેડ બુટલેગર અલ્કા ગાયકવાડ, પુત્રવધુ શ્વેતા ગાયકવાડ તથા પુત્ર સાગર ગાયકવાડની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે ત્યારે રાજુ ગાયકવાડને દબોચી લેવામાં માટે પોલીસે તપાસ શરુ કરી દીધી છે.








