મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાડી પૂરે લીધો વધુ એક યુવકનો ભોગ, ગળાડૂબ પાણીમાંથી પસાર થતો યુવક પાણીમા ગરકાવ

સુરતમાં ત્રણ દિવસ વરસેલા અતિ ભારે વરસાદના પગલે ખાડી પુરની સ્થિતિ સર્જાઈ હતી. આ ખાડીપુરમાં ગતરોજ એક યુવક છત્રી

સુરતમાં ખાડી પૂરે લીધો વધુ એક યુવકનો ભોગ, ગળાડૂબ પાણીમાંથી પસાર થતો યુવક પાણીમા ગરકાવ

સુરતમાં ત્રણ દિવસ વરસેલા અતિ ભારે વરસાદના પગલે ખાડી પુરની સ્થિતિ સર્જાઈ હતી. આ ખાડીપુરમાં ગતરોજ એક યુવક છત્રી લેવા જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે આજે પરવત ગામે ગળાડૂબ પાણીમાંથી પસાર થતો યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાને જાણ ફાયર બ્રિગેડને થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

યુવકની શોધખોળ શરૂ

પરવત ગામમાંથી અંદાજે 30 થી 32 વર્ષનો યુવક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ગળાડૂબ પાણીમાં તે ખેંચાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે બે કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં યુવકની હજી સુધી શોધી શકવામાં આવ્યો નથી.

સ્કૂબા દ્વારા શોધખોળ

ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે, ગતરોજ જે યુવક તણાઈ ગયો હતો. તેને પણ હજી સુધી શોધી શકાયો નથી. જ્યારે આજે બીજો યુવક પરવત ગામમાં તણાયો છે. તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીનો પ્રવાહ વધુ છે. સાથે જ ગંદુ પાણી હોવાથી રેસ્ક્યૂ કારગીરીમાં અડચણો આવી રહી છે. તેમ છતાં ફાયર બ્રિગેડના લાશ્કરો સ્કૂબાની મદદથી ડૂબેલા યુવકોને શોધવાના પ્રયત્નો કરી રહી છે.

આ સમાચાર શેર કરો