Surendranaga/ સબજેલમાં વધુ એક કેદીનો આત્મહત્યાનો પ્રયાસ, ૩ દિવસમાં બીજી ઘટના
સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ ગંભીર

સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ ગંભીર પગલું ભરીને આત્મહત્યાનો પ્રયાસ કરતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. છેલ્લા ૩ દિવસમાં આત્મહત્યાના પ્રયાસની આ બીજી ઘટના હોવાથી જેલની આંતરિક સુરક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શેમ્પુ પીને જીવન ટૂંકાવવા કોશિશ કરી
મળતી માહિતી મુજબ, જેલમાં બંધ કેદીએ સબજેલની અંદર જ શેમ્પુ પી લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કેદીની હાલત લથડતા તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ASP સહિતના ઉચ્ચ અધિકારીઓ જેલમાં દોડી આવ્યા
એક જ સપ્તાહમાં કેદીઓ દ્વારા સતત થઈ રહેલા આત્મહત્યાના પ્રયાસોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ASP (એએસપી) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કેદીઓ આવા આત્યંતિક પગલાં કેમ ભરી રહ્યા છે અને તેમને આ વસ્તુઓ ક્યાંથી ઉપલબ્ધ થાય છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.







